2026ની આઈપીએલની ફાઈનલ પૂરી થઈ ગઈ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઈટન્સને હરાવીને સતત બીજી વખત ચેમ્પિયન બન્યું. સ્ટેડિયમ આતશબાજી અને સેલિબ્રેશનથી છવાઈ ગયું હતું, પરંતુ ઘોંઘાટ વચ્ચે એક એવી ક્ષણ સામે આવી જેણે લાખો ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા.

એક તરફ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હતો, જેણે RCB ને સતત બીજી વખત ટાઈટલ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બીજી તરફ 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી હતો, જેણે પોતાની બેટિંગથી સમગ્ર IPL 2026ને હચમચાવી નાખી હતી. RCB ની જીત પછી, વિરાટ કોહલી વ્યક્તિગત રીતે વૈભવ સૂર્યવંશીને મળ્યો.

ભારતીય ક્રિકેટના વર્તમાન અને ભવિષ્ય વચ્ચેની મુલાકાત

વૈભવ સૂર્યવંશીએ વિરાટ કોહલીનું સ્વાગત કર્યું . કોહલીએ યુવા સ્ટારના ખભા પર હાથ મૂક્યો અને તેને શુભેચ્છાઓ પાઠવી. બંનેના ચહેરા પર સ્માઈલ હતી, અને કેમેરાએ તે ક્ષણને કેદ કરી લીધી. થોડીવારમાં જ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ ફક્ત બે ખેલાડીઓ વચ્ચેની મુલાકાત ન હતી - તે ભારતીય ક્રિકેટના વર્તમાન અને ભવિષ્ય વચ્ચેની મુલાકાત હતી.

https://twitter.com/Cricket_live247/status/2061183151532380458

RCB એ ગુજરાત ટાઈટન્સને 5 વિકેટથી હરાવ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2026ની ફાઈનલમાં RCB એ ગુજરાત ટાઈટન્સને 5 વિકેટથી હરાવીને સતત બીજી ટ્રોફી જીતી. વિરાટ કોહલીએ વિજયી છગ્ગો ફટકાર્યો. બોલ બાઉન્ડ્રી પાર કરતાની સાથે જ RCBના ખેલાડીઓ સેલિબ્રેશન શરૂ કરી દીધું.

https://twitter.com/SitamarhiJila/status/2061256411225772334

ફાઈનલમાં વિરાટ કોહલીએ કેપ્ટનશીપની ઈનિંગ રમી, માત્ર 42 બોલમાં અણનમ 75 રન બનાવ્યા. તેને શરૂઆતથી અંત સુધી મેચ પર કાબુ મેળવ્યો, ફરી એકવાર સાબિત કર્યું કે તે મોટી મેચોમાં બેસ્ટ ખેલાડી છે. આ શાનદાર ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો. પરંતુ IPL 2026 ફક્ત વિરાટ વિશે જ ન હતી. આ સીઝન પણ વૈભવ સૂર્યવંશીની હતી.

વૈભવના બેટથી છગ્ગાનો વરસાદ વરસ્યો

માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવે સમગ્ર ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું. તેને 776 રન બનાવ્યા, 72 છગ્ગા ફટકાર્યા અને અસંખ્ય રેકોર્ડ તોડ્યા. આખી સિઝન દરમિયાન બોલરો તેની સામે લાચાર દેખાયા. એવોર્ડ સેરેમનીમાં પણ વૈભવનો કરિશ્મા સ્પષ્ટ દેખાઈ આવ્યો. તેને 5 મુખ્ય એવોર્ડ જીત્યા, જેમાં "ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન", "સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન", "સુપર સિક્સીસ ઓફ ધ સીઝન", "મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર" અને ઓરેન્જ કેપનો સમાવેશ થાય છે.

વૈભવ સૂર્યવંશીએ એક પછી એક એવોર્ડ જીત્યા, અને આખું સ્ટેડિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યું. પછી વિરાટ કોહલીનો અભિનંદન આપવાનો અભિગમ રાત્રિનું મુખ્ય આકર્ષણ બની ગયું. આ ઈમેજ ખાસ કરીને હૃદયસ્પર્શી હતી કારણ કે વિરાટ, એટલી જ નાની ઉંમરે, ભારતીય ક્રિકેટમાં આગામી મોટી વ્યક્તિ તરીકે ઉભરી આવ્યો હતો. હવે તે જ વિરાટ કદાચ ભારતીય ક્રિકેટના આગામી સુપરસ્ટાર તરફ જોઈ રહ્યો હતો.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા