ભારતમાં અત્યારે Gen Z પ્રદર્શનોની ચારેકોર ચર્ચા થઈ રહી છે. જયારે ક્રિકેટ જગતમાં હાર્દિક પંડયા મુંબઇ ઇન્ડિયન્સ છોડશે કે તેમાં રહેશે તેને લઈને અફવા બજાર ગરમ છે. દરરોજ હાર્દિક પંડયા આખરે આગામી IPL 2027 માટે કઈ ટીમમાં જોડાશે તેને લઈને જુદા જુદા સમાચાર સામે આવી રહ્યા છે.   સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સ (MI) સાથેનો તેનો સંબંધ પૂરો થવાના અહેવાલો વચ્ચે હવે ટ્રેડ રેસ વધુ રસપ્રદ બની ગઈ છે. તાજેતર સુધી માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તેનું નામ ચર્ચામાં હતું, પરંતુ હવે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ પણ હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કરવા માટે દરવાજા ખોલી દીધા છે.

હાર્દિકને સોંપાઈ શકે KKRની કેપ્ટનશીપ 

મીડિયા અહેવાલમાં સામે આવેલ અહેવાલ મુજબ હાર્દિક પંડયા કેકેઆર ટીમ સામેલ થવા ઓફર કરવામાં આવી છે. KKR હાર્દિક પંડ્યાને ટીમની કમાન (કેપ્ટનશીપ) સોંપવા માટે પણ વિચાર કરી રહી છે. હાર્દિકના સામેલ થવાથી અજિંક્ય રહાણેનું સ્થાન જોખમાશે. અજિંકયની આગેવાની હેઠળ KKR નું તાજેતરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, જેના કારણે રહાણેનું સ્થાન જોખમમાં મુકાઈ શકે છે. હાર્દિક એક શ્રેષ્ઠ કેપ્ટન હોવાની સાથે મિડલ ઓર્ડર બેટિંગ અને ફાસ્ટ બોલિંગનું શ્રેષ્ઠ કોમ્બિનેશન પૂરું પાડે છે, જે KKR માટે પરફેક્ટ પેકેજ સાબિત થઈ શકે છે.

કેમેરોન ગ્રીન સાથે થઈ શકે છે અદલાબદલી 

KKR હાર્દિક માટે રોકડ કરાર (Cash Deal) કરશે કે પ્લેયર એક્સચેન્જ, તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ જો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન અને હાર્દિકની અદલાબદલી (Trade Deal) થાય, તો KKR હાર્દિકને ગ્રીનની હરાજીની રકમ (રૂ. ૨૫.૨ કરોડ) માં સાઈન કરી શકે છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ સ્ટાર ખેલાડી હાર્દિક માત્ર ગ્રીનની ટ્રેડિંગથી સંતુષ્ટ થશે કે કેમ તે મોટો સવાલ છે. IPL 2027નું મોટું સસ્પેન્સ હાર્દિક કઈ ટીમમાં રમશે.

CSK ની ડીલનું શું થયું?

આ પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટ્રેડિંગ અંગે ચર્ચા ચાલી રહી હતી. જેમાં પ્રારંભિક ઓફરમાં હાર્દિકના બદલામાં આયુષ મ્હાત્રે અને શિવમ દુબેના નામ ચર્ચામાં હતા. જયારે કાઉન્ટર ઓફરમાં ત્યારબાદ CSK એ શિવમ દુબે સાથે ડેવાલ્ડ બ્રેવિસને પણ સામેલ કરીને કાઉન્ટર ઓફર રજૂ કરી હતી.

હાર્દિક પંડ્યાનો ગ્રાન્ડ IPL ટ્રેક રેકોર્ડ

હાર્દિક પંડયાએ ટીમ ઇન્ડિયામાં અનેક વખત શાનદાર પ્રદર્શન કરી ભારતને જીત અપાવી છે. ફિલ્ડીંગ કરી અશકય કેચ ઝડપ્યા છે. તો બોલિંગ અને બેટિંગમાં પણ સારા પ્રદર્શનથી ટીમને વિજય કૂચ કરવામાં મદદ કરી છે. ટીમ ઇન્ડિયાની સાથે હાર્દિક પંડયાએ આઈપીએલમાં નોંધપાત્ર પ્રદર્શન કરી પોતાની ફ્રેન્ચાઈઝીને ખિતાબ જીતાડવામાં મદદ કરી છે. IPL માં અત્યાર સુધી માત્ર ૨ ટીમો (MI અને GT) તરફથી રમી ચૂકેલા હાર્દિક પંડ્યાની કારકિર્દી શાનદાર રહી છે. આઈપીએલમાં હાર્દિકે અત્યાર સુધી કુલ મેચ: ૧૬૨ રમી, ૨,૯૫૫-રન બનાવ્યા અને ૮૨- વિકેટ ઝડપી.