IPL 2026માં નિરાશાજનક પ્રદર્શન બાદ 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ આગામી સિઝન પહેલાં પોતાની ટીમમાં મોટા ફેરફાર કરી શકે છે. IPL 2027 માટે ખેલાડીઓના રિટેન્શન અને રિલીઝ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આમાં સૌથી મોટું નામ કેપ્ટન હાર્દિક પંડ્યાનું છે. હાર્દિક સહિત 13 ખેલાડીઓને રિલીઝ કરવાની સંભાવના છે. જોકે, આ માત્ર અનુમાન છે, મુંબઈ ઇન્ડિયન્સ કે IPL તરફથી જાહેર કરાયેલી સત્તાવાર યાદી નથી.

IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન ખરાબ રહ્યું

મુંબઈ ઇન્ડિયન્સ માટે IPL 2026ની સિઝન નિરાશાજનક રહી હતી. ટીમે 14 મેચમાંથી માત્ર 4માં જીત મેળવી હતી, જ્યારે 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 8 પોઇન્ટ સાથે ટીમ પોઇન્ટ ટેબલમાં નવમા સ્થાને રહી હતી અને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાનું પ્રદર્શન પણ અપેક્ષા પ્રમાણે રહ્યું નહોતું. તેણે 10 મેચમાં 206 રન બનાવ્યા હતા. તેની બેટિંગ સરેરાશ 22.89 અને સ્ટ્રાઇક રેટ 138 રહ્યો હતો. બોલિંગમાં તેણે 4 વિકેટ લીધી હતી અને તેની ઇકોનોમી 11.43 રહી હતી. આ પ્રદર્શનને કારણે આગામી સિઝન પહેલાં તેની ભૂમિકા અંગે ચર્ચા થઈ રહી છે.

આ 13 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે મુંબઈ ઇન્ડિયન્સ

1. હાર્દિક પંડ્યા

2. ક્વિન્ટન ડી કોક

3. શેરફેન રધરફોર્ડ

4. રોબિન મિન્ઝ

5. દાનિશ મલેવાર

6. રાજ બાવા

7. મયંક રાવત

8. ક્રિશ ભગત

9. ટ્રેન્ટ બોલ્ટ

10. મયંક માર્કંડે

11. અશ્વની કુમાર

12. રઘુ શર્મા

13. કેશવ મહારાજ

આ યાદીમાં હાર્દિક પંડ્યા અને ટ્રેન્ટ બોલ્ટ જેવા અનુભવી ખેલાડીઓનાં નામ હોવાથી ચર્ચા વધી શકે છે. જોકે, ટીમ મેનેજમેન્ટનો અંતિમ નિર્ણય સત્તાવાર રિટેન્શન પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.

આ 13 ખેલાડીઓને જાળવી રાખવાની શક્યતા

1. રોહિત શર્મા

2. જસપ્રીત બુમરાહ

3. રાયન રિકલ્ટન

4. સૂર્યકુમાર યાદવ

5. તિલક વર્મા

6. કોર્બિન બોશ

7. મિચેલ સેન્ટનર

8. વિલ જેક્સ

9. નમન ધીર

10. મોહમ્મદ ઇઝહાર

11. અલ્લાહ ગઝનફર

12. શાર્દુલ ઠાકુર

13. દીપક ચહર

આ યાદી પ્રમાણે મુંબઈ ઇન્ડિયન્સ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓની આસપાસ ટીમનું સંયોજન જાળવી શકે છે. યુવા ખેલાડીઓ અને ઓલરાઉન્ડર્સને પણ ટીમમાં સ્થાન આપવાની સંભાવના છે.

આ પણ વાંચો: IND VS NZ ODI: વનડે શ્રેણી પહેલાં થઈ ગઈ મોટી ભવિષ્યવાણી ! કોણ મારશે બાજી અને કોણ જીતશે શ્રેણી ?