હાર્દિક પંડ્યા IPLની સૌથી સફળ અને લોકપ્રિય ફ્રેન્ચાઇઝીમાંથી એક એવી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માં જોડાવાની અફવાઓને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. IPL 2027 માટે ટ્રેડ વિન્ડો ખુલે તે પહેલાં જ, ક્રિકેટ જગતમાં આ સંભવિત ટ્રેડને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

CSK હાર્દિક પંડ્યાને ખરીદશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કરવા માટે એક મોટું અને દિલચસ્પ ટ્રેડ પેકેજ તૈયાર કર્યું છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે CSK એ મુંબઈ ઈન્ડિયન્સ સામે એક ખાસ પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં રૂ.10કરોડ રોકડા વિસ્ફોટક ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબે અને દક્ષિણ આફ્રિકાના યુવા બેટ્સમેન દેવાલ્ડ બ્રેવિસનો સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે CSK હાર્દિકને મેળવવા માટે પોતાના બે સ્ટાર ખેલાડીઓ અને એક મોટી રકમ ચૂકવવા તૈયાર છે.

મુંબઈ ઈન્ડિયન્સ આયુષ મ્હાત્રેને ટીમમાં શામેલ કરશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સે શરૂઆતમાં ચેન્નાઈના યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેને ટીમમાં શામેલ કરવામાં રસ દાખવ્યો હતો. પરંતુ, CSK એ આયુષને પોતાના ભવિષ્યની યોજનાઓ માટે મહત્વનો ખેલાડી ગણાવીને ટ્રેડમાંથી બાકાત રાખ્યો હતો. ત્યારબાદ, CSK એ શિવમ દુબે, દેવાલ્ડ બ્રેવિસ અને ₹10 કરોડ રોકડનું નવું પેકેજ રજૂ કર્યું હોવાનું કહેવાય છે.

ટ્રેડ ડીલ અંગે કોઈ  સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી 

જોકે, ક્રિકેટ ચાહકોએ હજુ રાહ જોવી પડશે, કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ કે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ (IPL Governing Council) દ્વારા આ ટ્રેડ ડીલ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ જો આ ડીલ ફાઇનલ થશે, તો તે આઇપીએલ ઇતિહાસનો સૌથી મોટો અને ચર્ચિત ટ્રેડ સાબિત થશે.

આ પણ વાંચો - PCB ની કડક કાર્યવાહી! 2 પૂર્વ ક્રિકેટર પર 2 વર્ષનો પ્રતિબંધ લાદવાની તૈયારી, જાણો શું છે મામલો