IPL 2027ની હરાજી પહેલા ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે ખેલાડીઓની આપ-લે વધુ તીવ્ર બની છે.આગામી સીઝન માટે તેની ટીમમાં સુધારો કરી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર લખનૌ સુપર જાયન્ટ્સ મેનેજમેન્ટે CSK નો સંપર્ક કર્યો છે અને યુવા, આક્રમક બેટ્સમેન ઉર્વિલ પટેલના બદલામાં ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ખરીદવા માટે એક મહત્વપૂર્ણ ઓફર કરી છે.
મોહમ્મદ શમીના બદલામાં ઉર્વિલ પટેલ
મીડિયા રિપોર્ટ અનુસાર, લખનૌ સુપર જાયન્ટ્સ તેમની બેટિંગ લાઇન-અપને મજબૂત બનાવવા માટે ઉર્વિલ પટેલને તેમની ટીમમાં ઉમેરવા માંગે છે. બદલામાં, લખનૌ તેમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને રિલીઝ કરવા અને તેને યલો આર્મીમાં મોકલવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. IPL 2025 ની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા ઉર્વિલ પટેલને માત્ર રૂ.30 લાખમાં હસ્તગત કરવામાં આવ્યો હતો. 2025 ની સીઝનમાં, તેણે ફક્ત ત્રણ ઇનિંગ્સ રમી હતી, જેમાં 68 રન બનાવ્યા હતા. જોકે, IPL 2026 માં, જ્યારે યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રે ઘાયલ થયો હતો, ત્યારે ઉર્વિલને નંબર 3 પર રમવાની તક મળી. ઉર્વિલ આ તકનો લાભ ઉઠાવીને, 201.5 ના સ્ટ્રાઇક રેટથી 129 રન બનાવીને આક્રમક છાપ છોડી ગયો.
