ભારત અને આયર્લેન્ડ વચ્ચે બે મેચની T20 સીરિઝની પહેલી મેચ બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ખાતે રમાશે. જોકે, આ મેચમાં ધ્યાન 15 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર રહેશે, જેને આ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તાજેતરમાં ઉત્તમ ફોર્મમાં રહેલા વૈભવે પહેલીવાર ભારતીય T20 ટીમમાં સ્થાન મેળવ્યું છે. હવે, દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું તેને પહેલી જ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળશે કે પછી તેને થોડી રાહ જોવી પડશે.ટીમ ઈન્ડિયા નવા કેપ્ટન શ્રેયસ ઐયરના નેતૃત્વમાં જીત સાથે શરૂઆત કરવા માંગશે.


  • Follow us on: