આયર્લેન્ડ પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઈજાને કારણે આયર્લેન્ડ સામેની બે મેચની T20I સીરિઝમાંથી બહાર થઈ ગયા છે.ઈંગ્લેન્ડ સામેની આગામી વ્હાઇટ-બોલ સીરિઝમાં તેમની ભાગીદારી પણ શંકાના ઘેરામાં આવી ગઈ હોવાથી તેમની ઈજા અંગે ચિંતા વધી ગઈ છે.
નીતિશ રેડ્ડી વિશે મોટા સમાચાર
ભારતીય ટીમ આયર્લેન્ડ સામે બે મેચની T20I સીરિઝ રમશે.આ સીરિઝ નવા T20I કેપ્ટન શ્રેયસ ઐયર માટે પણ ખાસ રહેશે.કારણ કે તે પહેલીવાર આ ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કરશે.શ્રેયસે સૂર્યકુમાર યાદવનું સ્થાન ટીમના કેપ્ટન તરીકે લીધું છે.જોકે સીરિઝ શરૂ થાય તે પહેલાં જ નીતિશ રેડ્ડીના રૂપમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.મીડિયા રિપોર્ટ અનુસાર જાંઘના સ્નાયુઓમાં ઈજાને કારણે નીતિશ આયર્લેન્ડ ટી20I સીરિઝમાંથી બહાર થઈ ગયા છે.તેમની રિકવરી જોતાં ઈંગ્લેન્ડ સામેની મર્યાદિત ઓવરની સીરિઝમાં તેમની ભાગીદારી પણ અસંભવિત માનવામાં આવે છે.













