એશિયન ગેમ્સ 2026ના પુરુષ ક્રિકેટ સેમિફાઇનલમાં શ્રીલંકા સામે ઈશાન કિશને શાનદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. ઈશાને માત્ર 46 બોલમાં અણનમ 80 રન ફટકારીને ભારતનો સ્કોર 169/7 સુધી પહોંચાડ્યો. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થયો હતો. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 173.91 રહ્યો હતો. ઈશાનની આ ઇનિંગ માત્ર મેચ જીતવામાં જ મહત્વની સાબિત થઈ નથી, પરંતુ તેણે વિરાટ કોહલીનો 2016નો એક દાયકાથી જૂનો T20I રેકોર્ડ પણ પાછળ છોડી દીધો છે.

ઈશાને કોહલીનો રેકોર્ડ પાછળ છોડ્યો

2026માં ઈશાન કિશને અત્યાર સુધી 8 ફિફ્ટી-પ્લસ સ્કોર નોંધાવ્યા છે.આ સાથે તેણે વિરાટ કોહલીના 2016માં બનાવેલા 7 ફિફ્ટી-પ્લસ સ્કોરના આંકડાને પાછળ છોડી દીધો છે. શ્રીલંકા સામેની સેમિફાઇનલમાં જ્યારે ભારત 87 રનમાં 4 વિકેટ ગુમાવી ચૂક્યું હતું, ત્યારે ઈશાને એક છેડો સંભાળ્યો અને ઝડપી બેટિંગ કરીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી. ભારતે 20 ઓવરમાં 169/7નો સ્કોર બનાવ્યો હતો.

હવે સૂર્યકુમાર યાદવના રેકોર્ડ પર નજર

ઈશાન કિશન હવે સૂર્યકુમાર યાદવના 2022ના ભારતીય રેકોર્ડની નજીક પહોંચી ગયો છે. સૂર્યકુમારે 2022માં T20Iમાં 9 ફિફ્ટી-પ્લસ સ્કોર બનાવ્યા હતા. ઈશાનના ખાતામાં હાલમાં 8 ફિફ્ટી-પ્લસ સ્કોર છે. એટલે સૂર્યકુમારના આંકડાની બરાબરી કરવા માટે ઈશાનને હવે માત્ર 1 વધુ ફિફ્ટી-પ્લસ સ્કોરની જરૂર છે સૂર્યકુમાર યાદવે 2022માં 31 T20I ઇનિંગ્સમાં 1,164 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 2 સદી અને 9 અડધી સદી ફટકારી હતી. ICCના આંકડા પણ 2022માં તેમના 1,164 T20I રનની પુષ્ટિ કરે છે

1000 T20I રનની નજીક ઈશાન

2026માં ઈશાન કિશને અત્યાર સુધી 28 T20Iમાં 985 રન બનાવ્યા છે. તેની બેટિંગ એવરેજ 37.88 અને સ્ટ્રાઇક રેટ 171.3 છે. તેના નામે 1 સદી અને 7 અડધી સદી છે વે ઈશાનની નજર સૂર્યકુમાર યાદવના એક વધુ મોટા ભારતીય રેકોર્ડ પર છે. 2022માં સૂર્યકુમારે 1,164 T20I રન બનાવ્યા હતા. ઈશાન હાલમાં 985 રન પર છે, એટલે આ આંકડો પાર કરવા માટે તેને વધુ 180 રનની જરૂર છે.

આ પણ વાંચો - Shubman Gill Record: માઈકલ બેવનનો રેકોર્ડ તોડી ગિલે રચ્યો નવો ઇતિહાસ