મોહમ્મદ શમી લગભગ દોઢ વર્ષથી ભારતીય ટીમથી દૂર છે. તે છેલ્લે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે રમ્યો હતો. ત્યારથી તેની સતત અવગણના કરવામાં આવી રહી છે. મોહમ્મદ શમીએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ત્રણેય ફોર્મેટમાં બેસ્ટ પ્રદર્શન કર્યું છે.
પરંતુ ભારતીય ટીમમાં મોહમ્મદ શમીની અવગણના ચાલુ છે. હવે ઈશાન કિશને મોહમ્મદ શમીને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને તેની વાપસી અંગે પણ મહત્વપૂર્ણ કોમેન્ટ કરી છે.
ઈશાન કિશને શમી વિશે શું કહ્યું?
દુલીપ ટ્રોફીમાં ઈશાન કિશન ઈસ્ટ ઝોનનું નેતૃત્વ કરી રહ્યો છે. મોહમ્મદ શમી પણ ઈસ્ટ ઝોન માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેને સેમીફાઈનલમાં 5 વિકેટ લીધી હતી. ફાઈનલ હવે ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચે રમાશે.
મેચ પહેલા ઈશાને કહ્યું કે "મને લાગે છે કે તે બેસ્ટ ખેલાડીઓમાંથી એક છે. તે રમતનો એક દિગ્ગજ રહ્યો છે અને બંગાળ માટે રમવાનું શરૂ કર્યું ત્યારથી જ તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે વિકેટ લઈ રહ્યો છે, તેની બધી શક્તિ લગાવી રહ્યો છે, અને તેને ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ સારું પ્રદર્શન પણ કર્યું છે. ઉંમર વિશે કંઈ કહેવું મુશ્કેલ છે, મને લાગે છે કે ઉંમર ફક્ત એક સંખ્યા છે. જો તે સખત મહેનત કરી રહ્યો છે, તો ઉંમર કોઈ ફરક પાડતી નથી. મને મોહમ્મદ શમી ભાઈમાં તે ભૂખ જોવા મળે છે, અને અત્યારે મારા કરતાં વધુ સારી ભૂખ કોણ નક્કી કરી શકે?"
શમીની વાપસી અંગે તેમણે કહ્યું, "તેનામાં હજુ પણ વાપસી કરવાની એ જ ભૂખ અને પ્રેરણા છે. તે ફરીથી ભારતીય ટીમનો ભાગ બનવા માંગે છે અને તે તેના ચહેરા પર સ્પષ્ટપણે દેખાય છે."
દુલીપ ટ્રોફીની ફાઈનલમાં ઘણા સ્ટાર્સ રમતમાં જોવા મળશે
ઈસ્ટ ઝોનમાં ઈશાન કિશન, મોહમ્મદ શમી અને વૈભવ સૂર્યવંશી જેવા સ્ટાર ખેલાડીઓ હશે, જે બધા ભારતીય ક્રિકેટમાં જાણીતા નામો છે. ઈશાન અને વૈભવ પણ ભારતીય T20 ટીમ માટે સારું પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ સાઉથ ઝોનમાં દેવદત્ત પડિકલ, તિલક વર્મા, મોહમ્મદ સિરાજ અને કરુણ નાયર જેવા ખેલાડીઓ હશે. દેવદત્ત પડિકલે તાજેતરમાં શ્રીલંકા સામે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલ 6 સપ્ટેમ્બરથી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાશે.
આ પણ વાંચો: Smriti Mandhanaએ મચાવી ધૂમ, 2 વર્લ્ડ રેકોર્ડ તોડ્યા અને એશિયા કપમાં રચ્યો ઈતિહાસ