ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 4 નવેમ્બરથી 5 મેચની વનડે શ્રેણીની શરૂઆત થવા જઈ રહી છે. આ શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ચાહકોની નજર ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્માના પ્રદર્શન પર રહેશે. 2027ના વનડે વર્લ્ડ કપની તૈયારીઓના દૃષ્ટિકોણથી આ શ્રેણી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.  આ દરમિયાન ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર જેકબ ડફીએ વિરાટ કોહલીને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેકબ ડફી IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમનો ભાગ છે. IPL 2026 દરમિયાન તેણે વિરાટ કોહલી સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો હતો. હવે મેદાન પર કોહલી સામે બોલિંગ કરવા અંગે તેણે પોતાનો અનુભવ અને લાગણીઓ વ્યક્ત કરી છે.

વિરાટ કોહલી ખૂબ જ સરળ સ્વભાવનો વ્યક્તિ છે: જેકબ ડફી

જેકબ ડફીએ ઓકલેન્ડમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન વિરાટ કોહલીના સ્વભાવના ખૂબ વખાણ કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે ભારતમાં વિરાટ કોહલીનું સ્થાન કોઈ સુપરસ્ટારથી ઓછું નથી, તેમ છતાં તે ખૂબ જ સરળ અને જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છે.ડફીએ કહ્યું હતું કે ગઈકાલે જ તેની વિરાટ કોહલી સાથે મુલાકાત થઈ હતી. તે જિમમાં હતો અને ત્યાં કોહલીને મળીને ખૂબ સારું લાગ્યું હતું. કોહલીનું તેની સાથેનું વર્તન પણ ખૂબ જ શાનદાર રહ્યું હતું.ડફીના જણાવ્યા અનુસાર, ભારતમાં વિરાટ કોહલીની લોકપ્રિયતા ઘણી વધારે છે. તે એક મેગાસ્ટાર હોવા છતાં RCBમાં વિદેશી ખેલાડીઓનું જે રીતે સ્વાગત કરે છે તે ખરેખર પ્રશંસનીય છે. આ કારણે તે કોહલીનું ખૂબ સન્માન કરે છે. હવે તેની સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યા બાદ મેદાન પર તેની સામે રમવાનો અનુભવ પણ શાનદાર રહેશે.

https://x.com/CricCrazyJohns/status/2116770803396247996?a=k1Wcuyo42SMx_uj5xek&s=20

વનડે વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માગે છે જેકબ ડફી

2027માં યોજાનારા વનડે વર્લ્ડ કપને લઈને જેકબ ડફી પણ ખૂબ ઉત્સાહિત છે. તેણે કહ્યું હતું કે તેણે 2015 અને 2019ના વર્લ્ડ કપ જોઈને બાળપણ વિતાવ્યું છે. આ ટૂર્નામેન્ટ તેના માટે ક્રિકેટની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક છે.ડફીનું લક્ષ્ય આગામી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કરવાનું છે. તેના મતે ભારત સામેની આ શ્રેણી વર્લ્ડ કપની તૈયારી માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે.તેણે વધુમાં કહ્યું હતું કે તેને વનડે ક્રિકેટ ખૂબ પસંદ છે. આ ફોર્મેટમાં શરૂઆતની ઓવરોમાં સ્વિંગ થતી બોલથી બોલિંગ કરવાની તક મળે છે, જ્યારે ઇનિંગના અંતિમ તબક્કામાં આક્રમક ક્રિકેટ જોવા મળે છે. હવે જોવાનું એ રહેશે કે RCBના સાથી વિરાટ કોહલી સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જેકબ ડફી કેવું પ્રદર્શન કરે છે.

આ પણ  વાંચો - ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ઉલટફેર! ઓસ્ટ્રેલિયા બીજા નંબરે, ભારતને કેટલું નુકસાન?