હાલમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચોની T20 શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની બીજી મેચ 15 સપ્ટેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ રહી છે, જેમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ઇનિંગની પહેલી જ ઓવર મેડન ફેંકી હતી. આ સાથે જ તેણે નવો ઇતિહાસ રચી દીધો છે. તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનારા બોલર બની ગયા છે. આ ઉપરાંત, બુમરાહ T20I માં ભારત માટે ઇનિંગની પહેલી ઓવર મેડન નાખનારા 11મા બોલર બન્યા છે, આમ તેમણે એકસાથે બે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
સૌથી વધુ મેડન ઓવર ફેંકનારા બોલર
જસપ્રીત બુમરાહે અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન અને કેપ્ટન ઇબ્રાહિમ ઝાદરાન સામે પોતાની સચોટ બોલિંગથી એવો દબદબો બનાવ્યો કે, તે એક પણ રન બનાવી શક્યો ન હતો. હવે બુમરાહ આઈસીસીના પૂર્ણ સભ્ય (Full Member) દેશોમાં T20I ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનારા બોલર બની ગયો છે. તેણે પોતાની કારકિર્દીમાં 13મી વખત મેડન ઓવર ફેંકી છે. આ પહેલાં આ વર્લ્ડ રેકોર્ડ ઝિમ્બાબ્વેના રિચર્ડ નગારવાના નામે હતો, જેણે કુલ 12 વખત મેડન ઓવર નાખી હતી.
