ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચની પ્રથમ ઇનિંગમાં ન્યૂઝીલેન્ડે 368 રન બનાવ્યા હતા. યજમાન ટીમ તરફથી હેનરી નિકોલ્સે અણનમ 175 અને ગ્લેન ફિલિપ્સે 118 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બીજી તરફ ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરતાં 4 વિકેટ ઝડપી હતી. જોકે, આ પ્રદર્શન છતાં બુમરાહ બે મોટા રેકોર્ડ પોતાના નામે કરવામાં માત્ર એક વિકેટથી ચૂકી ગયો હતો.

એક વિકેટ વધુ મળી હોત તો બનત બે મોટા રેકોર્ડ

જસપ્રીત બુમરાહે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ઇનિંગમાં શરૂઆતથી જ ઘાતક બોલિંગ કરી હતી. તેણે ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમને પ્રથમ ઓવરમાં જ બોલ્ડ કરીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. ત્યારબાદ ડેરિલ મિશેલ અને ટોમ બ્લંડેલને પણ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.બુમરાહે કુલ 29 ઓવર બોલિંગ કરી હતી, જેમાં 92 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 8 ઓવર મેડન પણ ફેંકી હતી.જોકે, જો બુમરાહ વધુ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હોત તો તેના નામે બે ઐતિહાસિક રેકોર્ડ નોંધાઈ શક્યા હોત.

વસીન અકરમનો રેકોર્ડ તોડવાની તક ગુમાવી

બુમરાહ પાસે SENA દેશો એટલે કે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવનારા એશિયન બોલર બનવાની તક હતી.આ યાદીમાં પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર વસીન અકરમનો રેકોર્ડ મહત્વનો છે. બુમરાહ એક વિકેટ વધુ લઈને પાંચ વિકેટનો આંકડો મેળવી શક્યો હોત તો તે અકરમને પાછળ છોડવાની દિશામાં મોટી સિદ્ધિ મેળવી શક્યો હોત.આ ઉપરાંત, જો બુમરાહ આ ઇનિંગમાં પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો હોત તો તે દરેક SENA દેશમાં ટેસ્ટ ઇનિંગમાં ઓછામાં ઓછી એક વખત પાંચ વિકેટ લેનારો ભારતનો પ્રથમ ઝડપી બોલર બનવાની સિદ્ધિ પણ મેળવી શક્યો હોત.આમ, માત્ર એક વિકેટના અંતરે બુમરાહ બે મોટા રેકોર્ડથી દૂર રહી ગયો હતો. જોકે, તેની પાસે આગામી ટેસ્ટ મેચોમાં આ સિદ્ધિઓ મેળવવાની તક રહેશે.

નિકોલ્સ અને ફિલિપ્સે ભારતીય બોલરોની મહેનત પર પાણી ફેરવ્યું

વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ શરૂઆતમાં આ નિર્ણયને યોગ્ય સાબિત કર્યો હતો.પ્રથમ ઓવરમાં જ જસપ્રીત બુમરાહે ટોમ લાથમને શૂન્ય રને આઉટ કર્યો હતો. ત્યારબાદ આકાશ દીપ અને અંશુલ કંબોજે પણ વિકેટ મેળવી હતી. એક સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 70 રનમાં 5 વિકેટ થઈ ગયો હતો.જોકે, ત્યારબાદ હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 216 રનની ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું.નિકોલ્સે અણનમ 175 રન બનાવ્યા હતા, જ્યારે ફિલિપ્સે 118 રનની સદી ફટકારી હતી. બંનેની આ ભાગીદારીના કારણે ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગમાં 368 રનનો સન્માનજનક સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું.

આ પણ વાંચો- NZv IND : 32 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં કમાલ! રાહુલ-યશસ્વીની જોડીએ રચ્યો ઈતિહાસ