ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20I સીરિઝ રમાઈ રહી છે.સીરિઝની બીજી મેચ 17 સપ્ટેમ્બરે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાઈ હતી,જેમાં યજમાન ઇંગ્લેન્ડે શ્રીલંકાને 6 વિકેટે હરાવીને શ્રેણીમાં 2-0ની અપરાજિત સરસાઈ મેળવી લીધી છે.આ મેચ દરમિયાન ઇંગ્લેન્ડના સ્ટાર વિકેટકીપર-બેટર જૉસ બટલરે પોતાના નામે એક મોટો રેકોર્ડ નોંધાવ્યો હતો.બટલરે 30 રનની ઇનિંગ્સ દરમિયાન T20 ક્રિકેટમાં 15,000 રન પૂરા કર્યા હતા. આ સાથે તેઓ T20 ક્રિકેટના ઇતિહાસમાં આ આંકડા સુધી પહોંચનાર પ્રથમ ખેલાડી બની ગયા છે.
બટલરે કાયરન પોલાર્ડને પાછળ છોડ્યા
જૉસ બટલરે માત્ર 15,000 રનનો આંકડો જ પાર કર્યો નથી, પરંતુ તેઓ T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર પણ બની ગયા છે.આ મામલે તેમણે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ કાયરન પોલાર્ડને પાછળ છોડી દીધા છે.કાયરન પોલાર્ડે 754 T20 મેચની 671 ઇનિંગ્સમાં 31.71ની સરેરાશથી કુલ 14,999 રન બનાવ્યા છે. બીજી તરફ, બટલરે પોતાની 528મી મેચની 497મી ઇનિંગ્સમાં 15,000 રનનો આંકડો પાર કર્યો હતો. T20 ક્રિકેટમાં તેમની બેટિંગ સરેરાશ 35.46ની રહી છે.બટલરે અત્યાર સુધી T20 ક્રિકેટમાં 9 સદી અને 107 અડધી સદી ફટકારી છે. તેમની આ સિદ્ધિ દર્શાવે છે કે લાંબા સમયથી તેઓ આ ફોર્મેટમાં કેટલા સતત અને અસરકારક રહ્યા છે.

