પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બ્રાયન લારા ક્રિકેટ એકેડમીમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની સૌથી ખતરનાક પાંચ વિકેટ લીધી છે. બોલિંગ દરમિયાન શરૂઆતી છ ઓવરમાં જસ્ટિન ગ્રીવ્સે એકપણ વિકેટ લીધી નહોતી પરંતુ પોતાની આગામી 5 ઓવરમાં તેણે 5 મેડન ફેંકી અને દરેક ઓવરમાં એક વિકેટ લેવામાં સફળતા મેળવી. પાકિસ્તાની બેટરોની ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં આબરૂના ધજાગરા ઉડ્યા છે, કારણ કે કોઈએ આવા ડાઉનફોલની આશા નહોતી કરી.

જસ્ટિન ગ્રીવ્સે ઝડપી 5 વિકેટ

પાકિસ્તાન પોતાની પ્રથમ ઈનિંગમાં સારી સ્થિતિમાં હતું અને શાન મસૂદ સદી ફટકારી બેટિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ જસ્ટિન ગ્રીવ્સે પોતાની સાતમી ઓવરના છઠ્ઠા બોલ પર મસૂદને બોલ્ડ કર્યો. પોતાની આઠમી ઓવરના બીજા બોલ પર આમેર જમાલની વિકેટ લીધી અને પછી નવમી ઓવરમાં અલી ઉસ્માનને LBW આઉટ કર્યો.

https://x.com/ICC/status/2081929708447658368?s=20


પાકિસ્તાન સામે ગ્રીવ્સનું અદ્ભુત પ્રદર્શન

જસ્ટિન ગ્રીવ્સનું આ પરાક્રમ ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ક્યારેય પ્રાપ્ત થયું નથી. ગ્રીવ્સ સોશિયલ મીડિયા સેન્સેશન પણ બની ગયા છે. ગ્રીવ્સે આ ઇનિંગ દરમિયાન કુલ 11 ઓવર ફેંકી હતી, જેમાંથી છ ઓવર મેડન હતી. આ ઇનિંગ દરમિયાન, તેણે 27 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. પાકિસ્તાનના શાન મસૂદ,મોહમ્મદ રિઝવાન, આમિર જમાલ, અલી ઉસ્માન અને અબ્દુલ અબ્બાસ તેના શિકાર બન્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝે 311 રન બનાવ્યા

મેચમાં પ્રથમ બેટિંગ કરતા, વેસ્ટ ઇન્ડીઝે 311 રન બનાવ્યા હતા. આ પછી, પાકિસ્તાનની આખી ટીમ ફક્ત 282 રન જ બનાવી શકી હતી. આનાથી વેસ્ટ ઇન્ડીઝને પ્રથમ ઇનિંગની લીડ મળી હતી. જોકે, જ્યારે ટીમ બેટિંગ કરવા પાછી આવી ત્યારે તેમનું પ્રદર્શન ખરાબ રહ્યું. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં, વેસ્ટ ઇન્ડીઝે 126 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. આમ, વેસ્ટ ઇન્ડીઝ પાસે હાલમાં ૧૫૫ રનની લીડ છે અને ત્રણ વિકેટ બાકી છે. ટીમ હજુ કેટલા રન બનાવી શકે છે તે જોવાનું બાકી છે.

આ પણ વાંચો - IND vs SL Test Series: શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ સ્ટાર બોલરની એન્ટ્રી