દક્ષિણ આફ્રિકાના સ્ટાર ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ ટેસ્ટ ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો છે.ઓસ્ટ્રેલિયા સામે કેપટાઉનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં રબાડાએ શાનદાર બોલિંગ કરતાં 4 વિકેટ ઝડપી હતી.આ સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ પૂરી કરવાની મોટી સિદ્ધિ મેળવી છે. ખાસ વાત એ છે કે રબાડા બોલની સંખ્યાની દૃષ્ટિએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 350 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે.31 વર્ષીય રબાડાએ આ સિદ્ધિ મેળવીને દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બોલર ડેલ સ્ટેન સહિત અનેક મહાન બોલરોને પાછળ છોડી દીધા છે.
રબાડાએ 350 વિકેટ લઈને રચ્યો ઇતિહાસ
ઓસ્ટ્રેલિયા સામે કેપટાઉનમાં રમાતી આ ટેસ્ટ રબાડાની કારકિર્દીની 75મી ટેસ્ટ મેચ છે. 350 વિકેટનો આંકડો પાર કરવા માટે તેને 4 વિકેટની જરૂર હતી. મેચની પ્રથમ ઇનિંગમાં રબાડા માત્ર 1 વિકેટ લઈ શક્યો હતો.જોકે, બીજી ઇનિંગમાં તેણે પોતાની બોલિંગનો જાદુ બતાવ્યો હતો. રબાડાએ બીજી ઇનિંગની શરૂઆતની 4 ઓવરમાં જ ઓસ્ટ્રેલિયાના 3 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. આ સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 350 વિકેટ પૂરી કરી હતી.
ડેલ સ્ટેનનો રેકોર્ડ તોડ્યો
રબાડાએ માત્ર 13,808 બોલમાં ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ પૂરી કરી છે. આ સાથે તેણે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સ્ટેને 14,719 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.

ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઇનઅપના કર્યા કટકા
આ મેચ પહેલા રબાડાને 350 વિકેટના આંકડા સુધી પહોંચવા માટે 4 વિકેટની જરૂર હતી. પ્રથમ ઇનિંગમાં તેને માત્ર 1 જ વિકેટ મળી શકી હતી, પરંતુ બીજી ઇનિંગમાં રબાડાએ કાંગારુઓ પર કેર વર્તાવ્યો હતો. તેણે બીજી ઇનિંગની શરૂઆતની માત્ર 4 ઓવરમાં જ ઓસ્ટ્રેલિયાના 3 ટોપ ઓર્ડર બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવીને વિકેટોની ટેલી 350 પાર પહોંચાડી દીધી હતી.
https://x.com/CricCrazyJohns/status/2116462931923935508?s=20
દક્ષિણ આફ્રિકા માટે સૌથી ઝડપી 350 વિકેટ લેનારો બીજો બોલર બન્યો
રબાડા હવે દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી ઓછી ટેસ્ટ મેચમાં 350 વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં પ્રથમ સ્થાન ડેલ સ્ટેનના નામે છે. સ્ટેને પોતાની કારકિર્દીની 69મી ટેસ્ટ મેચમાં 350 વિકેટ પૂરી કરી હતી.બીજી તરફ, રબાડાએ 75 ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી છે. આમ, તેણે દક્ષિણ આફ્રિકાના મહાન બોલરોની યાદીમાં પોતાનું નામ વધુ એક વખત નોંધાવ્યું છે.
આ પણ વાંચો - Mohammed Shamiએ હસીન જહાનના ચૂંટણી લડવાના એલાન પર તોડ્યું મૌન!