ભારત બનામ ઇંગ્લેન્ડ વનડે સિરીઝ કોણ જીતશે? તેનો નિર્ણય આજે થશે. સિરીઝનો ત્રીજો અને નિર્ણાયક મુકાબલો આજે લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. રોહિત શર્મા માટે રન બનાવવા મહત્વપૂર્ણ છે, કારણ કે તે ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યો છે અને આ સિરીઝની શરૂઆતી બંને મેચોમાં ફ્લોપ રહ્યો છે. તેને ટીમમાંથી બહાર કરવાની વાતો ચાલી રહી છે, એવામાં તે પોતાના બેટથી આલોચકોને જવાબ આપવા ઈચ્છશે. એવામાં પિચનો રોલ મહત્વપૂર્ણ થઈ જશે.
લૉર્ડ્સમાં ભારતનો વનડે રેકોર્ડ કેવો રહ્યો?
ભારતીય ક્રિકેટ ટીમે લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 9 વનડે મેચ રમી છે, જેમાંથી 4 મેચ જીતી છે. જો કે ભારતે આ ગ્રાઉન્ડ પર છેલ્લી વનડે 2004 માં જીતી હતી, તે પછી રમાયેલી 4 મેચોમાંથી 3 માં હાર મળી છે અને એક ટાઈ થઈ હતી. અહીં થયેલી છેલ્લી 11 વનડે મેચોમાં પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે, લક્ષ્યનો પીછો કરતા છેલ્લી વખત સાઉથ આફ્રિકા 2017 માં જીત્યું હતું.
લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પિચ રિપોર્ટ
લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ સામાન્ય રીતે ફાસ્ટ બોલરો માટે મદદરૂપ રહે છે. અહીં 2.5 મીટર સ્લોપ હોવાના કારણે બોલરોને સીમ અને વધારાની સ્વિંગ મળે છે, જે બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરે છે. પેવેલિયન એન્ડથી બોલરોને વધુ મદદ રહે છે. બેટ્સમેનો માટે પડકાર રહે છે. જો કે બેટ્સમેન જો બાઉન્સ બોલ પર સારું રમતો હોય તો અહીં મોટો સ્કોર કરી શકે છે. રોહિત શર્માને ગતિ પરેશાન નથી કરતી, આ કારણે તે આજે આ પિચ પર સારો સ્કોર કરી શકે છે. જોફ્રા આર્ચર કહેર વર્તાવી શકે છે, કારણ કે તે ગતિમાં મિશ્રણ કરે છે. અહીં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય યોગ્ય રહેશે.
ભારતીય સ્ક્વોડ
શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, રોહિત શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, પ્રિન્સ યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર.
ઇંગ્લેન્ડનો સ્ક્વોડ
હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (...વિકેટકીપર), ટોમ બેન્ટન (વિકેટકીપર), જો રૂટ, બેન ડકેટ, લિયામ ડોસન, આદિલ રશીદ, જોશ ટંગ, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જેમ્સ કોલ્સ, જેકબ બેથેલ, સાકિબ મહમૂદ, બ્રાયડન કાર્સ, સેમ કરન, રેહાન અહેમદ, જોફ્રા આર્ચર.
LIVE ક્યાં જોશો ભારત બનામ ઇંગ્લેન્ડ ત્રીજી વનડે
ભારત બનામ ઇંગ્લેન્ડ ત્રીજી વનડે આજે રવિવાર, 19 જુલાઈએ બપોરે 3:30 વાગ્યાથી શરૂ થશે. મેચનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર થશે. લાઈવ સ્ટ્રીમિંગ જીઓહોટસ્ટાર એપ અને વેબસાઈટ પર થશે.
આ પણ વાંચો-FIFA World Cup : 10 ગોલની થ્રિલર! ફ્રાન્સ સામે 6-4થી જીત્યું ઇંગ્લેન્ડ, સાકાની શાનદાર હેટ્રિક