ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માઉન્ટ મૌનગાનુઈના બે ઓવલ મેદાન પર રમાયેલી ચોથી વનડેમાં ભારતીય ટીમને 244 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડની આ જીતના બે મોટા હીરો મેટ હેનરી અને વિલ યંગ રહ્યા હતા. હેનરીએ પોતાની ઘાતક બોલિંગથી ભારતીય બેટિંગને વેરવિખેર કરી નાખી હતી. તેણે 27 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. જ્યારે વિલ યંગે 125 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.334 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી.મેટ હેનરીએ પ્રથમ ઓવરમાં જ ભારતના 3 દિગ્ગજ બેટ્સમેનોને આઉટ કરીને ટીમને મોટો ઝટકો આપ્યો હતો. શાનદાર બોલિંગ બદલ હેનરીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રથમ ઓવરમાં જ રોહિત, વિરાટ અને શ્રેયસને કર્યા આઉટ

મેટ હેનરી માટે આ મેચની પ્રથમ ઓવર યાદગાર બની ગઈ હતી. તેણે પોતાની ઓવરમાં જ ભારતીય ટીમના ત્રણ મોટા બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.હેનરીએ પ્રથમ બોલે રોહિત શર્માને સ્લિપમાં કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ પાંચમા બોલે વિરાટ કોહલીને ક્લીન બોલ્ડ કર્યો હતો. ઓવરના છેલ્લા બોલે શ્રેયસ અય્યરને પણ પોતાની ઝડપ અને સ્વિંગથી ચકમો આપીને આઉટ કર્યો હતો.ખાસ વાત એ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ બેટ્સમેનો એક જ મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. વર્ષ 2010 પછી પહેલીવાર બંને ખેલાડીઓ એક જ વનડેમાં શૂન્ય રને આઉટ થયા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

New Zealand ODI Five-Wicket Heroes

6 વિકેટ લઈને મેટ હેનરીએ રચ્યો ઇતિહાસ

આ મેચમાં 6 વિકેટ ઝડપીને મેટ હેનરીએ ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં મોટી સિદ્ધિ મેળવી હતી. તે વનડેમાં ભારત સામે 2 વખત 5 કે તેથી વધુ વિકેટ લેનારો ન્યૂઝીલેન્ડનો પ્રથમ બોલર બન્યો છે.આ ઉપરાંત વનડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ વખત 5 વિકેટ લેવાના મામલે પણ હેનરીએ ટિમ સાઉથીને પાછળ છોડી દીધા છે. હેનરીએ અત્યાર સુધી 4 વખત આ સિદ્ધિ મેળવી છે, જ્યારે સાઉથીએ 3 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી.જોકે, ન્યૂઝીલેન્ડ તરફથી વનડેમાં સૌથી વધુ 5 વિકેટ લેવાનો રેકોર્ડ ટ્રેન્ટ બોલ્ટના નામે છે. તેણે પોતાની કારકિર્દીમાં 6 વખત આ સિદ્ધિ મેળવી છે.

https://x.com/BLACKCAPS/status/2121164382834950439?a=q4Sdi1naRrwONjGqcTg&s=20

વિલ યંગની સદીથી ન્યૂઝીલેન્ડનો મોટો સ્કોર

ન્યૂઝીલેન્ડની જીતમાં મેટ હેનરીની બોલિંગની સાથે વિલ યંગની બેટિંગનું પણ મોટું યોગદાન રહ્યું હતું. યંગે 125 રનની શાનદાર ઇનિંગ્સ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. તેના કારણે ન્યૂઝીલેન્ડની ટીમે ભારત સામે 334 રનનો પડકારજનક લક્ષ્યાંક મૂક્યો હતો.બોલિંગમાં હેનરી ઉપરાંત મેથ્યુ ફિશરે પણ 7 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે કાયલ જેમિસને 6 ઓવરમાં માત્ર 12 રન આપીને 1 વિકેટ મેળવી હતી.

ભારતીય ટીમ શ્રેણીમાં હજુ પણ આગળ

ચોથી વનડેમાં કારમી હાર છતાં ભારતીય ટીમ પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. વિરાટ કોહલીની એક ઇનિંગ્સને બાદ કરતાં સમગ્ર શ્રેણીમાં ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા છે.હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની પાંચમી અને છેલ્લી વનડે 15 નવેમ્બરે આ જ મેદાન પર રમાવાની છે. ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરવા માગશે, જ્યારે ન્યૂઝીલેન્ડની નજર શ્રેણી બરાબર કરવા પર રહેશે.

આ પણ વાંચો - IND vs NZ 4th ODI : ટીમ ઇન્ડિયા સામે ન્યુઝીલેન્ડની સૌથી મોટી જીત,આટલા રને હરાવ્યું