ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ 15 ઓગસ્ટથી ચાલી રહી છે. 17 ઓગસ્ટના રોજ રમતના ત્રીજા દિવસે, ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને શ્રીલંકાને 284 રનમાં ઓલઆઉટ કરી દીધું.
ત્રીજા દિવસે મેદાન પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ જ્યારે પાકિસ્તાની એમ્પાયર મોહમ્મદ સિરાજના રોકેટ થ્રોમાં માંડ માંડ બચી ગયા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સિરાજના રોકેટ થ્રોથી અકસ્માત ટળી ગયો
રવિન્દ્ર જાડેજા 69મી ઓવર નાખી રહ્યો હતો. બેટ્સમેન સોનલ દિનુષાએ સ્ટમ્પની લાઈનથી રિવર્સ-સ્વીપ રમી અને બોલને ડીપ પોઈન્ટ તરફ ફટકાર્યો. બોલ ફિલ્ડર સિરાજના હાથમાં પડ્યો. તેને બોલને નોન-સ્ટ્રાઈકર એન્ડ તરફ જોરથી ફેંક્યો. પરંતુ લેગ એમ્પાયર અહસાન રઝાએ બોલની ગતિ સમજીને નીચે ઝૂકી ગયા. જો તે સમયસર નીચે ન વળ્યા હોત તો મેદાન પર મોટો અકસ્માત થઈ શક્યો હોત. મોહમ્મદ સિરાજના થ્રોએ રવિન્દ્ર જાડેજાને પણ આશ્ચર્યચકિત કરી દીધો.
અહેસાન રઝા ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી છે. તેને ફૈસલાબાદ, હબીબ બેંક લિમિટેડ, લાહોર અને સરગોધા સહિત અનેક પાકિસ્તાની ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. આજ સુધી અહેસાન રઝાએ 28 ટેસ્ટ, 66 વનડે અને 91 T20 ઈન્ટરનેશનલ મેચમાં એમ્પાયરિંગ કર્યું છે.
https://twitter.com/SonySportsNetwk/status/2089332699811250263
ભારતે 178 રનની લીડ મેળવી
મેચની વાત કરીએ તો ભારતે પ્રથમ ઈનિંગમાં 116.4 ઓવરમાં 462 રન બનાવ્યા હતા. ભારત તરફથી દેવદત્ત પડિકલે સૌથી વધુ 230 બોલમાં 167 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે પણ 175 બોલમાં 82 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 79.4 ઓવરમાં 284/10 પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
આમ ભારતે 178 રનની લીડ મેળવી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને માનવ સુથારે શાનદાર બોલિંગ કરી હતી. ભારત તરફથી સુથારે 4 વિકેટ લીધી હતી, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન