ક્રિકેટ જગતમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. એસોસિએટ ટીમ નામિબિયાએ આયર્લેન્ડ જેવી મજબૂત અને ટેસ્ટ રમનારી ટીમને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. નામિબિયાએ આયર્લેન્ડ સામેની 5 મેચની વનડે સિરીઝ 3-2થી પોતાના નામે કરી લીધી છે. 1 નવેમ્બરના રોજ રમાયેલી રોમાંચક અને નિર્ણાયક મેચમાં ભવ્ય જીત મેળવીને નામિબિયાએ આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસે સંભાળી જવાબદારી
કોઈપણ ટીમની સફળતામાં તેના કેપ્ટનની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે. આયર્લેન્ડ સામેની સિરીઝમાં ગેરહાર્ડ ઈરાસ્મસે આ વાત સાબિત કરી બતાવી હતી. તેણે માત્ર કેપ્ટન તરીકે જ નહીં, પરંતુ બેટ્સમેન તરીકે પણ ટીમને આગળથી દોરી હતી.5 મેચની આ સિરીઝમાં ઈરાસ્મસે સતત સારું પ્રદર્શન કર્યું હતું. તેની બેટિંગના કારણે નામિબિયાની ટીમ નિર્ણાયક મેચ સુધી મજબૂત સ્થિતિમાં રહી હતી. તેણે 5 મેચમાં 65.75ની સરેરાશથી કુલ 263 રન બનાવ્યા હતા. આ સાથે તે બંને ટીમોમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. તેના આ પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
છેલ્લી વનડેમાં નામિબિયાએ 172 બોલ બાકી રાખીને મેળવી જીત
નામીબિયા અને આયર્લેન્ડ વચ્ચેની 5 મેચની સિરીઝનો નિર્ણય છેલ્લી વનડેમાં થયો હતો. 1 નવેમ્બરે રમાયેલી આ મેચમાં આયર્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. જોકે, નામિબિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને આયર્લેન્ડની બેટિંગ લાઇનઅપને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.આયર્લેન્ડની ટીમ નામિબિયા સામે માત્ર 130 રનનો લક્ષ્યાંક રાખી શકી હતી. આ નાનકડા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નામિબિયાની ટીમે શાનદાર બેટિંગ કરી હતી. ટીમે માત્ર 21.2 ઓવરમાં 130 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આમ, નામિબિયાએ 172 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી.નામીબિયાની જીતમાં બોલર જેજે સ્મિટનું યોગદાન પણ મહત્વનું રહ્યું હતું. તેણે 9 ઓવરમાં માત્ર 20 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેના આ શાનદાર પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. બીજી તરફ કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસે બેટિંગમાં 30 રનનું યોગદાન આપ્યું હતું.
https://x.com/ICC/status/2116865277052997655?a=Bl3jg4c8a8znZ-JS6Qc&s=20
263 રન બનાવી ઈરાસ્મસ બન્યો સિરીઝનો હીરો
આખી સિરીઝમાં ગેરહાર્ડ ઈરાસ્મસે બેટિંગથી પોતાની ક્ષમતા સાબિત કરી હતી. તેણે 5 મેચમાં 263 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની બેટિંગની સરેરાશ 65.75 રહી હતી. આ પ્રદર્શનના આધારે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.બીજી તરફ જેજે સ્મિટે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 5 મેચમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. તે સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ત્રીજા ક્રમે રહ્યો હતો, જ્યારે નામિબિયાનો બીજો સૌથી સફળ બોલર બન્યો હતો.આયર્લેન્ડના જેક બેલેન્સવેલે 11 વિકેટ સાથે સિરીઝમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી. આમ, બેટિંગમાં ગેરહાર્ડ ઈરાસ્મસ અને બોલિંગમાં જેજે સ્મિટના યોગદાનથી નામિબિયાએ ઐતિહાસિક સિરીઝ જીત પોતાના નામે કરી હતી.
આ પણ વાંચો - IND vs NZ ODI સિરીઝનું કાઉન્ટડાઉન શરૂ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ