13 સપ્ટેમ્બરથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ શરૂ થઇ રહી છે. નીતીશ કુમાર રેડ્ડી આ સીરીઝ માટે ભારતીય ટીમનો ભાગ છે. પરંતુ તેના ફિટનેસ ટેસ્ટ પર નિર્ભર રહેશે કે તે આગળ રમી શકેશે કે નહી. જૂનમાં અફઘાનિસ્તાન સામેની વનડે સીરીઝ દરમિયાન નીતીશ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો, જેના કારણે તે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. હવે તે અફઘાનિસ્તાન સામેની મેચમાં પાછો ફરી શકે છે.

નીતિશ કુમાર રેડ્ડી હજુ પણ સંપૂર્ણ ફીટ નથી 

અફઘાનિસ્તાન સામેની T20 સીરીઝમાં રમવા માટે નીતિશ કુમાર રેડ્ડીએ સૌપ્રથમ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે. જો કે, સોશિયલ મીડિયા પર એવી અટકળો વહેતી થઈ છે કે, તે કદાચ સમયસર સંપૂર્ણ ફિટ થઈ શકશે નહીં. જો આ અટકળો સાચી પડશે તો ભારતીય ટીમે તેના બેકઅપનો વિકલ્પ શોધવો પડશે. જો નીતિશ રેડ્ડી આ સીરીઝમાંથી બહાર થાય, તો ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે દાવેદારી નોંધાવી શકે તેવા 3 મુખ્ય ખેલાડીઓ વિશે જાણીએ.....

1. સૂર્યાંશ શેડગે

હાર્દિક પંડ્યા અને નીતિશ કુમાર રેડ્ડીની ગેરહાજરીમાં પસંદગીકારોએ સૂર્યાંશ શેડગે પર સતત ભરોસો મૂક્યો છે, જો કે તે હજુ સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી. આમ છતાં, જો નીતિશ સંપૂર્ણ ફિટ નહીં થાય તો શેડગેને પોતાને સાબિત કરવા માટે આખરી તક મળી શકે છે, અને અફઘાનિસ્તાન સામેની T20 સીરીઝ માટે ભારતીય ટીમમાં તેમની પસંદગી થઈ શકે છે.

2. વેંકટેશ અય્યર

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમતા વેંકટેશ અય્યરને IPL 2026માં ઘણી ઓછી તકો મળી હતી, પરંતુ તે ઓછા અવસરોમાં પણ તેણે પોતાની આક્રમક બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. અય્યર ટોપ ઓર્ડર પર બેટિંગ કરવા માંગે છે અને આ સાથે તે મીડિયમ પેસ બોલિંગ કરવાનો વિકલ્પ પણ પૂરો પાડે છે. આ પરિસ્થિતિમાં તે નીતિશ કુમાર રેડ્ડીના બહેતર વિકલ્પ તરીકે ઉપયોગી સાબિત થઈ શકે છે.

3. રમનદીપ સિંહ

હાલમાં શેર-એ-પંજાબ T20 લીગમાં રમનદીપ સિંહ શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. તેણે 7 મેચોમાં 240 ના સ્ટ્રાઈક રેટ અને 90.25 ની સરેરાશથી કુલ 361 રન ફટકાર્યા છે. તેના વર્તમાન ફોર્મને જોતાં તે એક મજબૂત ઉમેદવાર ગણી શકાય, તેમજ તે ઉપયોગી મીડિયમ પેસ બોલિંગ પણ કરી શકે છે. જો નીતિશ કુમાર રેડ્ડી ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહે છે, તો હાલના સમયે પસંદગીકારો માટે રમનદીપ સિંહથી બહેતર અન્ય કોઈ વિકલ્પ દેખાતો નથી.

અફઘાનિસ્તાન સામેની T20 સીરીઝ માટે ભારતીય ટીમ: શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (વાઈસ કેપ્ટન), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.