ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.શ્રીલંકા સામેની ફાઇનલમાં ભારતે 147 રનની મોટી જીત નોંધાવીને સતત બીજી વખત એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટનું ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું છે.આ જીત સાથે ભારતે આ ગેમ્સમાં પોતાનું ગોલ્ડ મેડલનું ખાતું પણ ખોલ્યું છે.ભારતીય ટીમની આ ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને અભિનંદન પાઠવ્યા છે.તેમણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે આ જીત દેશના અનેક યુવા ક્રિકેટરોને પ્રેરણા આપશે.વડાપ્રધાનની શુભેચ્છા ટીમના એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન બાદ આવી છે.

શ્રીલંકા સામે ભારતની મોટી જીત

ગોલ્ડ મેડલ માટેની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બેટર્સે શરૂઆતથી જ આક્રમક રમત બતાવી અને 20 ઓવરમાં 3 વિકેટે 216 રનનો મોટો સ્કોર ઊભો કર્યો.સ્મૃતિ મંધાનાએ 45 બોલમાં 79 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. રિચા ઘોષે પણ માત્ર 22 બોલમાં અણનમ 49 રન ફટકાર્યા હતા. શેફાલી વર્માએ 29 બોલમાં 48 રન બનાવીને ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી.216 રનના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ભારતીય બોલિંગ સામે ટકી શકી નહોતી. શ્રીલંકાની આખી ટીમ 15.4 ઓવરમાં માત્ર 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી દીપ્તિ શર્માએ શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 6 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.આ રીતે ભારતે 147 રનની મોટી જીત મેળવી અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. આ મહિલા T20 ક્રિકેટમાં ભારતની રનના તફાવતથી સૌથી મોટી જીત પણ બની.

https://x.com/PMOIndia/status/2102314505049079943?s=20

સતત બીજી વખત ગોલ્ડ મેડલ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. અગાઉ હાંગઝોઉમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ભારતે મહિલા ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.આ વખતે પણ ભારતીય ટીમે પોતાનું ટાઇટલ સફળતાપૂર્વક જાળવી રાખ્યું છે. શ્રીલંકાએ સિલ્વર મેડલ જીત્યો, જ્યારે મહિલા ક્રિકેટમાં પાકિસ્તાને બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

PM મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન આપતા ટીમના આત્મવિશ્વાસ, કૌશલ્ય અને ટીમવર્કની પ્રશંસા કરી.તેમણે આ જીતને ભારતીય ક્રિકેટ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી અને કહ્યું કે ટીમે દેશનું ગૌરવ વધાર્યું છે.PM મોદીના જણાવ્યા અનુસાર,આ જીત દેશભરના અનેક યુવા ક્રિકેટરોને પ્રેરણા આપશે. મહિલા ક્રિકેટ ટીમની આ સફળતા રમતના ક્ષેત્રમાં યુવાઓ માટે પ્રેરણારૂપ બનશે.ભારત માટે એશિયન ગેમ્સ 2026માં આ ગોલ્ડ મેડલ ખાસ મહત્વ ધરાવે છે,કારણ કે મહિલા ક્રિકેટ ટીમે ભારતનું ગોલ્ડ મેડલનું ખાતું ખોલ્યું છે શાનદાર બેટિંગ અને અસરકારક બોલિંગના સંયુક્ત પ્રદર્શનથી ભારતે ફાઇનલમાં શ્રીલંકા સામે એકતરફી જીત મેળવીને ખિતાબ જાળવી રાખ્યો છે.

આ પણ વાંચો - Asian Games 2026 : ઐતિહાસક મેચ ટીમ ઈન્ડિયાએ જાપાનને 2 રને હરાવ્યું