ICC T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી ભારતીય ક્રિકેટ ટીમના ભાગ્યની કોઈ કલ્પના પણ કરી શક્યું ન હતું.માર્ચ મહિનામાં જ ટીમ ઈન્ડિયાએ વિશ્વભરની ટીમોને હરાવીને સતત બીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો.જોકે આયર્લેન્ડ હવે સતત બે મેચોમાં તેમને હરાવી ચૂક્યું છે,અને ઇંગ્લેન્ડમાં પણ આવું જ દૃશ્ય જોવા મળી રહ્યું છે.શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ અંગે હવે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.પ્રશ્ન એ છે કે BCCIએ શ્રેયસ ઐયરને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનું કારણ શું હતું,જે યોગ્ય નિર્ણયો લેવામાં અસમર્થ લાગે છે.
શ્રેયસ ઐયર કેપ્ટનશીપમાં નિષ્ફળ ગયો ?
શ્રેયસ ઐયર નવા T20 કેપ્ટન બન્યા ત્યારથી,ટીમ ઈન્ડિયા શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ એક પણ મેચ જીતી શકી નથી. જીતની વાત તો ભૂલી જાવ, ટીમ જીતની નજીક પણ દેખાતી નથી. વિશ્વ ચેમ્પિયન કેપ્ટન સૂર્યકુમાર યાદવને કારણ વગર બદલી નાખવામાં આવ્યો અને શ્રેયસ ઐયરને કમાન સોંપવામાં આવી. હવે આપણે સૂર્યા અને શ્રેયસ વચ્ચેનો તફાવત સમજી રહ્યા છીએ. શ્રેયસની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા છેલ્લી પાંચ મેચ જીતવા માટે સંઘર્ષ કરી રહી છે, પરંતુ આ ટ્રેન્ડ તેનાથી પણ જૂનો છે. જ્યારે શ્રેયસ આઈપીએલમાં પંજાબનું નેતૃત્વ કરી રહ્યો હતો,ત્યારે શરૂઆતની મેચ જીત્યા પછી, હારનો સિલસિલો શરૂ થયો. આઈપીએલ અને ટીમ ઈન્ડિયાને સંયુક્ત રીતે ધ્યાનમાં લઈએ તો, શ્રેયસે તેની છેલ્લી 12 મેચોમાંથી 10 મેચ હારી છે, જેમાં એક જીત અને એક પરિણામ વગરની રહી છે.
