આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસની સાથે બીસીસીઆઈએ એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની પણ જાહેરાત કરી છે.ટી20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ પરથી દૂર કરવામાં આવ્યા છે.પરંતુ તેમને ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યા નથી.આને તેમની ટી20 કારકિર્દીનો અંત માનવામાં આવે છે.બીસીસીઆઈએ શ્રેયસ ઐયરને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે અને ઉપ-કેપ્ટન પણ બદલ્યા છે.આનાથી એક નવી ચર્ચા શરૂ થઈ છે,જેમાં કેટલાક આ નિર્ણયને સમર્થન આપી રહ્યા છે,જ્યારે કેટલાક તેની વિરુદ્ધ છ.તેઓ વિચારી રહ્યા છે કે તમે હમણાં જ વર્લ્ડ કપ જીતનાર કેપ્ટનને કેવી રીતે દૂર કરી શકો છો.રવિચંદ્રન અશ્વિને પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.


શ્રેયસ ઐયર અંગે અશ્વિનનું મોટું નિવેદન 

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ,ભારતે આ વર્ષે ટી20 વર્લ્ડ કપ જીત્યો.પ્રથમ ટી20 સીરિઝઆ મહિને આયર્લેન્ડ સામે હશે,ત્યારબાદ ઇંગ્લેન્ડ પ્રવાસ પર પાંચ મેચની ટી20 સીરિઝ રમાશે.સૂર્યાનું ફોર્મ ઘણા સમયથી ખરાબ રહ્યું છે,પરંતુ રવિચંદ્રન અશ્વિન માને છે કે તેને ઇંગ્લેન્ડ પ્રવાસ પર પોતાને સાબિત કરવાની અંતિમ તક આપવી જોઈતી હતી.અશ્વિને કહ્યું,જો હું મારી જાતને સૂર્યકુમાર યાદવના સ્થાને મુકું તો હું ચોક્કસપણે છેલ્લા 15 કે 18 મહિનાથી સંઘર્ષ કરી રહ્યો છું,પરંતુ એક કેપ્ટન તરીકે,મેં હમણાં જ દેશ માટે T20 વર્લ્ડ કપ જીત્યો.કેપ્ટન તરીકે તેનું પ્રદર્શન સારું રહ્યું છેઅને તેણે પોતાની ભૂમિકા સારી રીતે ભજવી છે.

ઈંગ્લેન્ડમાં તક આપવી જોઈતી હતી:અશ્વિન

T20 વર્લ્ડ કપ પછી IPL 2026 માં પણ સૂર્યકુમાર યાદવનું ફોર્મ ખરાબ રહ્યું.તેણે તે સિઝનમાં MI માટે 147.54 ના સ્ટ્રાઈક રેટથી 270 રન બનાવ્યા હતા. જોકે, રવિચંદ્રન અશ્વિન માને છે કે સૂર્યાને ઈંગ્લેન્ડ પ્રવાસ પર તક આપવી જોઈતી હતી. તેને કહેવું જોઈતું હતું કે જો તે આ શ્રેણીમાં સારું પ્રદર્શન નહીં કરે, તો તેને પડતો મૂકવામાં આવશે.

શ્રેયસ ઐયરને કેપ્ટનશીપ અંગે અશ્વિને શું કહ્યું

અશ્વિન માને છે કે શ્રેયસ ઐયરની સૌથી મોટી તાકાત એ છે કે તેણે KKR ને ટાઇટલ સુધી પહોંચાડ્યું, ત્યારબાદ પંજાબ કિંગ્સને ફાઇનલમાં પહોંચાડ્યું. જોકે, અશ્વિન હજુ પણ આ નિર્ણયથી મૂંઝવણમાં છે, અને પ્રશ્ન કરે છે કે જે ખેલાડી તાજેતરના T20 વર્લ્ડ કપ માટે ટીમનો ભાગ પણ ન હતો તે કેપ્ટન કેવી રીતે બની શકે.

આ પણ વાંચો - VaibhavSuryavanshiની ટીમ ઈન્ડીયામાં એન્ટ્રી, પોતે જ જણાવ્યો 20 વર્ષનો પ્લાન



  • Follow us on: