ટૂર્નામેન્ટની ખાસ વિગતો

• શરૂઆત: 19 નવેમ્બર 2026

• ફાઇનલ: 29 નવેમ્બર 2026

• સ્થળ: દોહા, કતાર

• ફોર્મેટ: 50 ઓવરની મેચ

• ટીમો: 8

• કુલ મેચ: 15

• ભારત Aના કેપ્ટન: તિલક વર્મા

ભારતમાં કઈ ચેનલ પર મેચ આવશે?

ભારતીય ક્રિકેટપ્રેમીઓ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપની તમામ મેચ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકશે. ટૂર્નામેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.

અન્ય દેશોમાં પ્રસારણની વિગતો:

• ભારત: સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને સોની લિવ

• ઇંગ્લેન્ડ: સોની મેક્સ

• શ્રીલંકા: પી ઇ ઓ ટીવી

આઠ ટીમો વચ્ચે ટક્કર

આ ટૂર્નામેન્ટમાં આઠ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે.

ગ્રૂપ A ગ્રૂપ B
અફઘાનિસ્તાન A ભારત A
બાંગ્લાદેશ A નેપાળ
હોંગકોંગ પાકિસ્તાન A
શ્રીલંકા A UAE
દરેક ટીમ પોતાના ગ્રૂપની અન્ય ત્રણ ટીમ સામે એક-એક મેચ રમશે. બંને ગ્રૂપમાંથી ટોચની બે ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. પ્રથમ સેમિફાઇનલ 26 નવેમ્બરે અને બીજી સેમિફાઇનલ 27 નવેમ્બરે રમાશે. ફાઇનલ 29 નવેમ્બરે યોજાશે.

ભારત Aની ટીમમાં મોટા નામ

ભારત Aની કમાન તિલક વર્માને સોંપવામાં આવી છે. ટીમમાં રજત પાટીદાર, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, રિંકુ સિંહ, પ્રભસિમરન સિંહ અને હર્ષિત રાણા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટીમ પાસે અનુભવી અને યુવા ખેલાડીઓનું સારું મિશ્રણ છે. આ ટૂર્નામેન્ટમાં યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનો અનુભવ મેળવવાની તક મળશે.

ભારતની મેચ ક્યારે અને કોની સામે?

ભારત A પોતાની પ્રથમ મેચ 20 નવેમ્બરે નેપાળ સામે રમશે. ત્યારબાદ 22 નવેમ્બરે પાકિસ્તાન A અને 24 નવેમ્બરે UAE સામે ટક્કર થશે. ત્રણેય મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર ખાસ નજર રહેશે. બંને ટીમો 22 નવેમ્બરે આમનેસામને આવશે.

આ પણ વાંચો: Litton Das: 22 રનમાં 3 વિકેટ પડી, પછી વિશ્વવિક્રમ! બાંગ્લાદેશનો સંકટમોચક લિટન દાસ !