ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચ ધર્મશાલા સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ ODI સિરીઝમાં મોટાભાગની નજર રોહિત શર્મા પર રહેશે, તેની ફિટનેસ અંગે સસ્પેન્સ હતું, પરંતુ રોહિતે તમામ ફિટનેસ ટેસ્ટ પાસ કરીને આ ચિંતાને સંપૂર્ણપણે દૂર કરી દીધી. 


જ્યારે રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની મેચમાં ફિલ્ડિંગ કરવા માટે મેદાન પર આવ્યો, ત્યારે તે ભારત માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો, જેમાં તેને મોહિન્દર અમરનાથનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

રોહિતે આ મેચ 39 વર્ષ અને 44 દિવસની ઉંમરે રમી

જ્યારે રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝની પહેલી મેચ રમવા માટે મેદાન પર આવ્યો ત્યારે તેની ઉંમર 39 વર્ષ અને 44 દિવસ હતી. આ સાથે તે હવે ભારત માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે, તેને મોહિન્દર અમરનાથના 39 વર્ષ અને 36 દિવસના રેકોર્ડને તોડી નાખ્યો છે.

રોહિત શર્મા લગભગ 5 મહિના પછી ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યો છે, તેથી દરેક વ્યક્તિ તેના બેટથી પ્રદર્શન પર નજર રાખશે કારણ કે આ સિરીઝ સાથે, ઓક્ટોબર 2027 માં શરૂ થનારા ODI વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

ભારત માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી

રોહિત શર્મા - 39 વર્ષ 44 દિવસ

મોહિન્દર અમરનાથ - 39 વર્ષ 36 દિવસ

સચિન તેંડુલકર - 38 વર્ષ 329 દિવસ

રાહુલ દ્રવિડ - 38 વર્ષ 248 દિવસ

સુનિલ ગાવસ્કર - 38 વર્ષ 118 દિવસ

એમએસ ધોની - 38 વર્ષ અને 2 દિવસ

ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ 11માં હર્ષ દુબે અને ગુરનુર બ્રારને તક આપી

ધર્મશાલામાં રમાયેલી પહેલી વનડેમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળ્યા. કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, પરંતુ કેપ્ટન ગિલે બે નવા ખેલાડીઓ હર્ષ દુબે અને ગુરનુર બ્રારને ઈન્ટરનેશનલ ડેબ્યૂ આપ્યું. વિરાટ કોહલી, જે આ સિરીઝ માટે સંપૂર્ણપણે ફિટ ન હતો, તેનું સ્થાન કેએલ રાહુલ લઈ શકે છે. વધુમાં ઈશાન કિશનને પણ લગભગ 3 વર્ષ પછી વનડે રમવાની તક મળી છે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: