ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી T20 મેચમાં ઘાતક પ્રદર્શન કરીને એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં અર્શદીપે શાનદાર બોલિંગ કરી 3 વિકેટ ઝડપી હતી, જેના કારણે ભારતે વેસ્ટ ઇન્ડિઝને 14 રનથી હરાવ્યું. આ અદ્ભુત પ્રદર્શન સાથે અર્શદીપ સિંહ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની બીજી ઇનિંગ્સમાં (રન ચેઝ દરમિયાન) સૌથી વધુ વિકેટ લેનારો દુનિયાનો નંબર-1 ફાસ્ટ બોલર બની ગયો છે.

ટિમ સાઉથીનો મોટો રેકોર્ડ ધ્વસ્ત કર્યો

અર્શદીપ સિંહે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવવા માટે ન્યૂઝીલેન્ડના સૌથી સીનિયર ફાસ્ટ બોલર ટિમ સાઉથીને પાછળ છોડી દીધો છે. T20I ની બીજી ઇનિંગ્સમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ ફાસ્ટ બોલર્સની યાદી નીચે મુજબ છે

T20 Cricket’s Top Wicket-Takers

અર્શદીપ બન્યો 'પ્લેયર ઑફ ધ મેચ'

આ મેદાન પર ભારતે પહેલા બેટિંગ કરતા 223 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી શિમરોન હેટમાયરે 43 રનની તોફાની ઇનિંગ રમી મેચ રોમાંચક બનાવી દીધી હતી. પરંતુ અર્શદીપે મોરચો સંભાળ્યો અને 44 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી. આ મેચ વિનિંગ પ્રદર્શન બદલ તેને 'પ્લેયર ઑફ ધ મેચ' ના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.

અભિષેકની તોફાની બેટિંગ અને ડેથ ઓવરોનો રોમાંચ

ભારતની આ જીતનો પાયો ઓપનર અભિષેક શર્માની 30 બોલમાં 69 રનની તોફાની ઇનિંગ અને ઈશાન કિશનના 37 રનના કારણે મુકાયો હતો. જોકે, મધ્ય ઓવરોમાં ભારતે 115 રન પર 1 વિકેટથી સીધા 135 રન સુધી પહોંચવામાં 5 વિકેટો ગુમાવી દીધી હતી.પરંતુ છેલ્લી ઓવરોમાં વેસ્ટ ઇન્ડિઝને 224 રન કરતા રોકવા માટે અર્શદીપ સિંહ અને યુવા પ્રિન્સ યાદવે ઘાતક અને સચોટ યોર્કર ફેંકીને કેરેબિયન ટીમના સપના પર પાણી ફેરવી દીધું હતું. અક્ષર પટેલે પણ મિડલ ઓવરોમાં રન રોકવામાં મોટો ફાળો આપ્યો હતો. આ જીત સાથે જ ભારતે 5 મેચની આ શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે.

આ પણ વાંચો - Prince Yadavએ 3 ચોગ્ગા ફટકારીને અનોખી સિદ્ધિ હાંસલ કરી