ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી અને 'ગોડ ઓફ ક્રિકેટ' તરીકે જાણીતા SachinTendulkar ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવ્યા છે.જોકે આ વખતે ચર્ચાનું કારણ તેમનો કોઈ નવો રેકોર્ડ નથી,પરંતુ એક પ્રાઈવેટ જેટની અંદર રમાયેલી રસપ્રદ ક્રિકેટ મેચ છે.સચિન તેંડુલકરે શુક્રવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક મજેદાર વીડિયો શેર કર્યો છે,જે ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

પરિવારના સભ્યોએ વિમાનમાં મસ્તી કરી  

વાયરલ વીડિયોમાં સચિન તેંડુલકર પ્રાઈવેટ જેટના કેબિનની અંદર હાથમાં ક્રિકેટ બેટ લઈને બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે તેમની પુત્રી સારા તેંડુલકર એક નાની લાલ બોલથી સચિનને બોલિંગ કરતી નજરે પડે છે. આ મસ્તીભર્યા વીડિયોમાં અર્જુન તેંડુલકરની પત્ની અને સચિનની પુત્રવધૂ સાનિયા ચંડોક સહિત પરિવારના અન્ય સભ્યો પણ આ ખાસ પળની મજા લેતા દેખાય છે.આ વીડિયો શેર કરતા સચિને કેપ્શનમાં લખ્યુંક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ જગ્યા કે પરિસ્થિતિ જોઈને બદલાતો નથી, પછી ભલે તેઓ જમીન પર હોય કે આકાશમાં!

https://x.com/sachin_rt/status/2065310488129654801?s=20

ફેન્સે વરસાવ્યો પ્રેમ

વીડિયો વાયરલ થતાં જ ફેન્સ સચિનના આ સાદગીભર્યા અંદાજ અને પરિવાર સાથેના બોન્ડિંગના જોરદાર વખાણ કરી રહ્યા છે. મોટાભાગના ફેન્સનું કહેવું છે કે ક્રિકેટ સચિનના લોહીમાં છે અને તેઓ જ્યાં પણ જાય છે, રમતને પોતાની સાથે રાખે છે.જોકે, સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને એક નવી ચર્ચા અને વિવાદ પણ શરૂ થઈ ગયો છે. કેટલાક યુઝર્સે ફ્લાઈટની અંદર આ રીતે રમવા સામે સવાલો ઉઠાવ્યા છે

આ પણ વાંચો - ICC રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાને મોટું નુકસાન,આ ટીમને થયો ફાયદો