ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર શેફાલી વર્માએ એશિયા કપ 2026માં પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ સામેની મેચ દરમિયાન એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. 56 રનના ટાર્ગેટનો પીછો કરતા તેણે 12 રન બનાવ્યા અને T20 ઈન્ટરનેશનલ મેચમાં 3,000 રન પૂરા કર્યા, અને આ સિદ્ધિ મેળવનાર સૌથી નાની ઉંમરની બેટર બની.

શેફાલી વર્માએ રચ્યો ઈતિહાસ

શેફાલી વર્માએ 22 વર્ષ અને 220 દિવસની ઉંમરે આ આંકડો મેળવ્યો. તેણે આયર્લેન્ડની ગેબી લુઈસનો પાછલો રેકોર્ડ તોડ્યો, જેણે 24 વર્ષ અને 347 વર્ષની ઉંમરે પોતાના 3,000 રન પૂરા કર્યા હતા. આ લિસ્ટમાં UAEની ઈશા ઓઝા ત્રીજા સ્થાને છે, જેણે 27 વર્ષ અને 139 દિવસની ઉંમરે આ આંકડો મેળવ્યો હતો. ભારતની સ્મૃતિ મંધાનાએ 27 વર્ષ અને 171 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી.

T20I ક્રિકેટમાં 3,000 રન બનાવનારી ત્રીજી ભારતીય મહિલા બેટર

શેફાલી હવે 3,000 T20I રન બનાવનારી 16મી મહિલા બની ગઈ છે. ભારતીય બેટરની વાત કરીએ તો તેણે સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર પછી આ આંકડો પાર કર્યો છે. અત્યાર સુધીમાં તેણે 114 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 28.08 ની એવરેજ અને 137.46 ના સ્ટ્રાઈક રેટથી 3,005 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 19 અડધી સદી ફટકારી છે જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 81 રન છે.

https://twitter.com/BCCIWomen/status/2096269361946468763

આવી રહી મેચની સ્થિતિ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વિમેન્સ એશિયા કપ 2026 મેચ 5 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનનો કોઈ પણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો ન હતો અને ટીમ 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ટાર્ગેટનો પીછો કરતા ભારતે એકતરફી મેચ જીતીને ટુર્નામેન્ટમાં જીતની હેટ્રિક મેળવી હતી. ભારતે 7 વિકેટથી જીત મેળવી હતી. આ પહેલા ભારતે થાઈલેન્ડ અને હોંગકોંગની વિમેન્સ ટીમોને એકતરફી હરાવી હતી.

આ પણ વાંચો: Smriti Mandhanaએ મચાવી ધૂમ, 2 વર્લ્ડ રેકોર્ડ તોડ્યા અને એશિયા કપમાં રચ્યો ઈતિહાસ