પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીએ ઇંગ્લેન્ડ સામેની વનડે મેચ દરમિયાન મોટી સિદ્ધિ મેળવી છે. તેણે વનડે ક્રિકેટમાં પોતાની 150 વિકેટ પૂરી કરીને ભારતના મોહમ્મદ શમી અને અફઘાનિસ્તાનના રાશિદ ખાનની બરાબરી કરી છે. આ સાથે તેણે ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટને પણ પાછળ છોડી દીધો છે. શાહીને આ સિદ્ધિ માત્ર 80 મેચમાં મેળવી છે, જ્યારે બોલ્ટે 150 વિકેટ પૂરી કરવા માટે 81 મેચ રમી હતી. 

સૌથી ઝડપી 150 વિકેટ લેનારા બોલરોમાં સ્થાન

વનડે ક્રિકેટમાં સૌથી ઓછી મેચમાં 150 વિકેટ લેવાના મામલે શાહીન આફ્રિદી હવે મોહમ્મદ શમી અને રાશિદ ખાન સાથે સંયુક્ત સ્થાન પર છે. ત્રણેય બોલરોએ 80 મેચમાં આ સિદ્ધિ મેળવી છે. આ યાદીમાં નેપાળના સંદીપ લામિછાને સૌથી આગળ છે. તેણે માત્ર 73 મેચમાં 150 વિકેટ પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે 77 મેચમાં આ આંકડો મેળવ્યો હતો, જ્યારે પાકિસ્તાનના પૂર્વ બોલર સકલૈન મુશ્તાકે 78 મેચમાં 150 વિકેટ પૂરી કરી હતી. આ રીતે શાહીન આફ્રિદી વિશ્વના સૌથી ઝડપી 150 વનડે વિકેટ લેનારા બોલરોમાં સામેલ થયો છે. 

પાકિસ્તાનનો સૌથી ઝડપી ઝડપી બોલર

શાહીન આફ્રિદી પાકિસ્તાન તરફથી વનડેમાં સૌથી ઝડપથી 150 વિકેટ લેનારા ઝડપી બોલરોમાં આગળ આવ્યો છે. જોકે, પાકિસ્તાનના પૂર્વ સ્પિનર સકલૈન મુશ્તાક હજુ પણ આફ્રિદી કરતાં આગળ છે. સકલૈને 78 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. શાહીને 80 મેચમાં આ મુકામ હાંસલ કરીને પાકિસ્તાનના બોલરોમાં બીજું સ્થાન મેળવ્યું છે. શાહીન ડાબા હાથથી ઝડપી બોલિંગ કરે છે. નવી બોલથી સ્વિંગ મેળવવાની તેની ક્ષમતા અને શરૂઆતની ઓવરોમાં વિકેટ લેવાની કુશળતા તેને પાકિસ્તાનના મહત્ત્વના બોલરોમાં સ્થાન અપાવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનના કારણે તેની ગણતરી પાકિસ્તાનના મુખ્ય ઝડપી બોલરોમાં થાય છે.

આ પણ વાંચો: IND VS NZ: "એક જ ભૂલ બે વાર ભારે પડી..." ભારત સામે સતત હાર્યા બાદ કીવી કોચનો મોટો ખુલાસો