દુબઈમાં રમાઈ રહેલા મહિલા ટી20 એશિયા કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.10 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે 40 રને જીત મેળવી હતી. આ મેચ દરમિયાન ભારતીય ટીમની યુવા ડાબોડી સ્પિન બોલર શ્રી ચરાણીએ પણ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી હતી.શ્રી ચરાણીએ બાંગ્લાદેશ સામેની મેચમાં ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 50મી વિકેટ ઝડપી હતી. આ સાથે જ તે સૌથી ઓછી મેચમાં 50 વિકેટ પૂર્ણ કરનારી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. શ્રી ચરાણીએ આ મામલે રાધા યાદવનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

શ્રી ચરાણીએ માત્ર 29 મેચમાં 50 વિકેટ પૂરી કરી

વર્ષ 2025માં મહિલા ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર શ્રી ચરાણીએ ખૂબ જ ઓછા સમયમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.સતત શાનદાર બોલિંગના કારણે તેણે ટીમમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે અને મહત્વની મેચોમાં ટીમને વિકેટ અપાવી છે.બાંગ્લાદેશ સામેની સેમિફાઇનલમાં શ્રી ચરાણીએ જુવેરિયા ફિરદૌસને આઉટ કરીને ટી20 ઇન્ટરનેશનલમાં પોતાની 50મી વિકેટ પૂર્ણ કરી હતી. તેણે આ સિદ્ધિ માત્ર 29 મેચમાં હાંસલ કરી છે.આ પહેલાં ભારત તરફથી સૌથી ઓછી મેચમાં 50 ટી20 ઇન્ટરનેશનલ વિકેટ લેવાનો રેકોર્ડ રાધા યાદવના નામે હતો.રાધાએ 36 મેચમાં 50 વિકેટ પૂર્ણ કરી હતી.હવે શ્રી ચરાણીએ 29 મેચમાં આ સિદ્ધિ મેળવીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

https://x.com/BCCIWomen/status/2098089663621939460?s=20

મહિલા ટી20 ઇન્ટરનેશનલમાં 50 વિકેટ લેનાર ખેલાડીઓ

  • મેંગટિંગ લિયૂ (ચીન) – 28 મેચ
  • લી કાસ્પરેક (ન્યૂઝીલેન્ડ) – 29 મેચ
  • અનીસા મોહમ્મદ (વેસ્ટ ઇન્ડીઝ) – 29 મેચ
  • શ્રી ચરાણી (ભારત) – 29 મેચ
  • સોફી એક્લેસ્ટોન (ઇંગ્લેન્ડ) – 34 મેચ
શ્રી ચારણીએ 50 વિકેટ પૂર્ણ કરનાર ચોથી યુવા ખેલાડી બની

ટીમ ઈન્ડિયાની યુવા મહિલા સ્પિનર ​​શ્રી ચારણી પૂર્ણ-સભ્ય ટીમોમાં ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 50 વિકેટ પૂર્ણ કરનાર ચોથી યુવા ખેલાડી બની છે. ટીમ ઈન્ડિયાના દૃષ્ટિકોણથી, શ્રી ચારણી હવે રાધા યાદવ પછી બીજી સૌથી નાની ઉંમરની યુવા ખેલાડી છે. શ્રી ચારણીએ 22 વર્ષ અને 37 દિવસની ઉંમરે મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ પૂર્ણ કરી હતી, જ્યારે રાધા યાદવે 20 વર્ષ અને 334 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.

આ પણ વાંચો - Womens T20 Asia Cup 2026: ફાઇનલમાં પહોંચ્યા બાદ ગર્જી હરમનપ્રીત કૌર, આપ્યું મોટું નિવેદન