બીજી T20 મેચમાં 250 રનનો વિશાળ લક્ષ્યાંક આપવા છતાં હારનો સામનો કરનાર ભારતીય ટીમે ત્રીજી મેચમાં શાનદાર વાપસી કરી છે. ઇન્દોરમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયરની ખાસ રણનીતિના કારણે ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 14 રનથી હરાવ્યું છે. આ રોમાંચક જીત સાથે ભારતે 5 મેચની T20 શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે.
ઝાકળના પડકાર વચ્ચે કેપ્ટન શાઈ હોપનો નિર્ણય પડ્યો ભારે
રાત્રિના સમયે મેદાન પર પડતા ઝાકળ (Dew Factor)ના કારણે બોલિંગ કરવી ખૂબ જ મુશ્કેલ બને છે, જેનો સીધો ફાયદો ચેઝ કરનારી ટીમને મળે છે. આ જ ગણતરી સાથે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 223 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. પરંતુ આ વખતે ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને વેસ્ટ ઇન્ડિઝને 20 ઓવરમાં 209 રન પર જ રોકી દીધું હતું.
ગૌતમ ગંભીર અને શ્રેયસ અય્યરનો એ માસ્ટરપ્લાન, જેણે મેચ બદલી નાખી
ગઈ મેચમાં ભારતીય ટીમ પાંચમા બોલરની નબળાઈના કારણે હારી ગઈ હતી, જેનો વિન્ડિઝના બેટરોએ પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત ઝાકળના કારણે સ્પિનરો પણ સંઘર્ષ કરી રહ્યા હતા.આ પરિસ્થિતિનો સામનો કરવા માટે કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અય્યરે પ્લેઇંગ ઇલેવનમાં 2 મહત્વના ફેરફાર કર્યા. તેમણે ટીમમાં પાંચમા બોલર તરીકે પ્રિન્સ યાદવનો સમાવેશ કર્યો, જે નવી બોલ અને ડેથ ઓવરોમાં બોલિંગ કરવાની ખાસ ક્ષમતા ધરાવે છે. આ રણનીતિથી ભારતને બોલિંગમાં વધુ ઓપ્શન મળ્યા અને વિન્ડિઝના બેટરો દબાણમાં આવી ગયા.
https://x.com/ICC/status/2109332586392887477?s=20
અર્શદીપ સિંહ બન્યો જીતનો અસલી હીરો
ભારતની આ રોમાંચક જીતમાં ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ગેમ ચેન્જર સાબિત થયો. જોકે તેણે 4 ઓવરમાં 40થી વધુ રન આપ્યા હતા, પરંતુ વેસ્ટ ઇન્ડિઝના ખતરનાક કેપ્ટન શાઈ હોપ સહિત 3 મહત્વની વિકેટો ઝડપીને વિન્ડિઝની કમર તોડી નાખી હતી. આ શાનદાર પ્રદર્શન બદલ તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરાયો હતો.
ભારત શ્રેણી જીતવા તરફ અગ્રેસર
પ્લેઇંગ ઇલેવનમાં યોગ્ય સમયે કરાયેલા ફેરફાર અને બોલરોના લડાયક મૂડના કારણે ભારત 223 રનનો સ્કોર બચાવવામાં સફળ રહ્યું. હવે ભારતીય ટીમ બાકીની મેચોમાં પણ આ જ વિજયી લય જાળવી રાખીને શ્રેણી પોતાના નામે કરવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે.
આ પણ વાંચો -IND VS WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 14 રનથી હરાવ્યું, T20 સિરિઝમાં 2-1 થી આગળ