વેસ્ટ ઈન્ડીઝ સામેની ODI શ્રેણી પૂરી થયા બાદ ભારતીય ટીમનો ODI કેપ્ટન શુભમન ગિલ હાલમાં બ્રેક પર છે. વેસ્ટ ઈન્ડીઝ સામેની 5 મેચની T20I શ્રેણીમાં ગિલ ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. જોકે તાજેતરમાં જ્યારે તેમને વેસ્ટ ઈન્ડીઝ સામેની T20I શ્રેણીની પ્લાનિંગ અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે ગિલે એવો જવાબ આપ્યો કે તેનો વીડિયો અને નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયું છે.ગિલને ભારતની T20 ટીમ અને વેસ્ટ ઈન્ડીઝ સામેની શ્રેણીની તૈયારી અંગે સવાલ કરવામાં આવ્યો હતો. આ સવાલ સાંભળીને ગિલે સીધો અને મજેદાર જવાબ આપ્યો.

 “હું તો T20 ટીમમાં છું જ નહીં”

એશિયન ગેમ્સમાં ભારતીય ટીમે મેળવેલી સફળતા અંગે સવાલ પૂછવામાં આવતા શુભમન ગિલે ટીમને અભિનંદન આપ્યા. તેમણે ભારતીય ટીમની સફળતા પર ખુશી વ્યક્ત કરી.ત્યારબાદ જ્યારે ગિલને વેસ્ટ ઈન્ડીઝ સામેની T20I શ્રેણીની પ્લાનિંગ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, હું તો છું જ નહીં.ગિલનો ઈશારો એ વાત તરફ હતો કે તેઓ વેસ્ટ ઈન્ડીઝ સામેની વર્તમાન T20I શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ નથી. તેથી ટીમની T20I પ્લાનિંગ અંગે તેઓ યોગ્ય વ્યક્તિ ન હોવાનું તેમણે હળવા અંદાજમાં જણાવી દીધું.

ગિલે છેલ્લી T20I ક્યારે રમી હતી?

શુભમન ગિલે ભારત માટે છેલ્લી T20I મેચ ગયા વર્ષે ડિસેમ્બરમાં રમી હતી. ત્યારથી તેઓ ટીમ ઈન્ડિયાના T20I સેટઅપથી બહાર છે.ગિલે અત્યાર સુધી ભારત માટે કુલ 36 T20I મેચ રમી છે. આ મેચોમાં તેમણે 138.59ના સ્ટ્રાઈક રેટથી કુલ 869 રન બનાવ્યા છે. તેમના નામે 1 સદી અને 3 અડધી સદી પણ છે.જોકે છેલ્લા કેટલાક સમયથી ગિલ ટેસ્ટ અને ODI ક્રિકેટમાં ભારતીય ટીમ માટે વધુ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. હાલમાં તેઓ ભારતના ટેસ્ટ અને ODI કેપ્ટન પણ છે.

https://x.com/CricCrazyJohns/status/2106740136205799844?s=20

T20 ટીમમાં ગિલનું સ્થાન કેમ નથી?

ભારતીય T20 ટીમમાં હાલમાં ટોપ ઓર્ડર માટે અનેક આક્રમક વિકલ્પો ઉપલબ્ધ છે. અભિષેક શર્મા, સંજુ સેમસન અને વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓ ટીમમાં સામેલ છે.આ ખેલાડીઓ પણ ટોપ ઓર્ડરમાં બેટિંગ કરે છે અને T20 ફોર્મેટમાં ઝડપી રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. તેથી ટીમ મેનેજમેન્ટે હાલ ગિલ કરતાં અન્ય વિકલ્પોને પ્રાથમિકતા આપી છે.ખાસ કરીને T20 ક્રિકેટમાં સ્ટ્રાઈક રેટને ખૂબ મહત્વ આપવામાં આવે છે. અભિષેક શર્મા અને અન્ય આક્રમક બેટર્સની હાજરીને કારણે ગિલ માટે T20I ટીમમાં સ્થાન બનાવવું હાલ મુશ્કેલ બન્યું છે.

ટેસ્ટ અને ODIમાં ગિલની મોટી જવાબદારી

T20I ટીમનો ભાગ ન હોવા છતાં શુભમન ગિલ ભારતીય ક્રિકેટના મહત્વના ખેલાડીઓમાંથી એક છે. તેઓ ટેસ્ટ અને ODI ટીમની કેપ્ટનશિપ કરી રહ્યા છે.ODI ક્રિકેટમાં ગિલની બેટિંગ અને કેપ્ટનશિપ બંને પર ટીમ ઈન્ડિયાની નજર છે. બીજી તરફ ટેસ્ટ ક્રિકેટમાં પણ તેમને લાંબા સમય માટે ભારતીય ટીમના નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી છે.આથી હાલમાં ગિલનું સંપૂર્ણ ધ્યાન ટેસ્ટ અને ODI ક્રિકેટ પર કેન્દ્રિત છે. વેસ્ટ ઈન્ડીઝ સામેની T20I શ્રેણીની પ્લાનિંગ અંગે પૂછવામાં આવેલા સવાલનો તેમનો ટૂંકો જવાબ પણ આ જ સ્થિતિ સ્પષ્ટ કરે છે.

આ પણ વાંચો - Pakistan ટીમમાં મોટો ઉટલફેર, અચાનક આ સ્ટાર ખેલાડી પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ