ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન અને વનડે ફોર્મેટનો કેપ્ટન શુભમન ગીલ હાલમાં શેર-એ-પંજાબ T20 લીગ રમી રહ્યો છે. જેમાં તે ફઝ્લીકા ફાલકન્સ ટીમ તરફથી રમી રહ્યો છે. આ ટુર્નામેન્ટની 15મી મેચ ગઈ કાલે લુધિયાના લાયન્સ અને ફઝ્લીકા ફાલકન્સ વચ્ચે મોહાલી ખાતે રમાઈ હતી. જેમાં રોમાંચિત મુકાબલામાં ફઝ્લીકા ફાલકન્સ એક રનથી મેચ જીતવામાં સફળ રહી હતી. મેચ બાદ શુભમન ગીલ એએમજી જીટી 63 કારમાં બેસીને સ્ટેડિયમની બહાર જતો જોવા મળ્યો હતો. જેની કિંમત 3.55 કરોડ આંકવામાં આવી રહી છે.      


મેચમાં ગીલનું શાનદાર પ્રદર્શન

આ મેચમાં ગીલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 21 બોલનો સામનો કરીને 190.48 ની સ્ટ્રાઈક રેટથી 40 રન બનાવ્યા હતા. જેમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. અગાઉની મેચમાં પણ તે ટીમ તરફથી સર્વોચ્ચ સ્કોર બનાવનાર ખેલાડી રહ્યો હતો.

https://twitter.com/Cricket_live247/status/2096824071052988761

એક રનથી મેચ હારી ફઝ્લીકા ફાલકન્સ

જો મેચની વાત કરીએ તો ફઝ્લીકા ફાલકન્સે ટોસ જીતીને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. ગીલ સિવાય પ્રેરિત દત્તાએ 23 બોલમાં 36 રન કર્યા હતા. 171ના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લુધિયાના લાયન્સની ટીમ માત્ર એક રનથી જીતથી દુર રહી ગઈ હતી. નવમાં ક્રમે બેટિંગ કરવા આવેલ માધવ સિંહ પઠાનીયાએ માત્ર 16 બોલમાં 37 રનની અણનમ ઇનિંગ રમી હતી. પરંતુ તેની આ ઇનિંગ પણ ટીમને જીત અપાવી શકી ન હતી. તેના સિવાય કાર્તિક શર્માએ 29 બોલમાં 32, કૃષ્ણ ભગતે 23 બોલમાં 28 અને અર્જુન રાજપૂતે 19 બોલમાં 27 રન બનાવ્યા હતા.