સ્પેન ક્રિકેટ ટીમ,જે ICC એસોસિયેટ રાષ્ટ્ર છે તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં મેદાન પર પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે.અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.સ્પેનમાં ફૂટબોલ એક જુનો વિષય છે,પરંતુ ક્રિકેટ પણ ત્યાં લોકપ્રિય થઈ રહ્યું છે.સ્પેન હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સતત જીત મેળવનારી ટીમ બની ગઈ છે,જેણે ઓસ્ટ્રેલિયાનો સતત 21 જીતનો 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.સ્પેન ટીમને 2019 માં ICC દ્વારા T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની મંજૂરી આપવામાં આવી હતી.ત્યારથી,તેઓએ 51 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી 42 જીતી છે.જેમાં ફક્ત આઠમાં જ હારનો સામનો કરવો પડ્યો છે,જેમાં એક મેચ રદ કરવામાં આવી છે.

સ્પેને ફિનલેન્ડને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી

સ્પેનિશ ટીમ હાલમાં 2028 T20 વર્લ્ડ કપ માટે યુરોપ સબ-રિજનલ ક્વોલિફાયર C માં રમી રહી છે. તેમનો સામનો 14 ઓગસ્ટના રોજ ફિનલેન્ડ સામે થયો હતો. સ્પેને 131 રનના લક્ષ્યનો પીછો કરતા 8 વિકેટે મેચ જીતી હતી. આ સ્પેનની સતત 21મી T20I જીત હતી, જેણે 2026 માં પોતાની પહેલી મેચ રમી હતી.આ સાથે,તેમણે ઓસ્ટ્રેલિયાનો સૌથી વધુ સતત T20I જીતનો રેકોર્ડ તોડ્યો. સ્પેને 2023 માં આ સિલસિલો શરૂ કર્યો હતો, 2025 માં સતત 20 જીત સાથે અંત આવ્યો હતો, જે રેકોર્ડ તેમણે આ વર્ષે પણ ચાલુ રાખ્યો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સતત જીત ધરાવતી ટીમો

સ્પેન - 21 મેચ (2023-26)

ઓસ્ટ્રેલિયા - 20 મેચ (2003)

યુગાન્ડા - 17 મેચ (2024-25)

ઓસ્ટ્રેલિયા - 16 મેચ (2000-01)

ઓસ્ટ્રેલિયા - 16 મેચ (2006-07)

ઓસ્ટ્રેલિયાએ 2003 માં આ રેકોર્ડ બનાવ્યો

ઓસ્ટ્રેલિયન ટીમે લાંબા સમયથી વિશ્વ ક્રિકેટમાં પ્રભુત્વ મેળવ્યું છે, રિકી પોન્ટિંગની કેપ્ટનશીપ હેઠળ અસંખ્ય સિદ્ધિઓ હાંસલ કરી છે. કાંગારૂ ટીમે 2003 ની શરૂઆતથી મે સુધી રમાયેલી તમામ 20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી હતી, જેમાં 17 ODI અને ત્રણ ટેસ્ટ મેચ જીતી હતી. તે જ વર્ષે, ઓસ્ટ્રેલિયન ટીમે દક્ષિણ આફ્રિકામાં ODI વર્લ્ડ કપ પણ જીત્યો હતો.

આ પણ વાંચો - SL vs IND 1st Test : ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર, બીજા દિવસે ગાલેમાં ધોધમાર વરસાદ