Leedsમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જ્યાં પાકિસ્તાનની ટીમની હાલત ખૂબ જ ખરાબ છે. તેની પ્રથમ ઇનિંગ માત્ર 171 રનમાં સમેટાઈ ગઈ હતી. બીજી તરફ મેદાનની બહાર પણ શાબ્દિક બોલાચાલી શરૂ થઈ હતી. સ્ટુઅર્ટ બ્રોડે વિવાદાસ્પદ નિવેદન આપીને પાકિસ્તાનને એક નબળી ટીમ ગણાવી હતી. પૂર્વ ક્રિકેટર સલમાન બટ્ટે પલટવાર કરતાં ઈંગ્લેન્ડની ટીમ પર નિશાન સાધ્યું છે.
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ
સલમાન બટ્ટે સ્વીકાર્યું કે પાકિસ્તાનની ટીમનું સ્તર છેલ્લા કેટલાક સમયથી નીચે ગયું છે, પરંતુ ઈંગ્લેન્ડની ટીમ પણ કોઈ બહુ મોટી ટીમ નથી, જે ઓસ્ટ્રેલિયા જઈને દર વખતે 0-5થી હારીને આવે છે. નોંધનીય છે કે છેલ્લા 16 વર્ષથી ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઈ ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી. છેલ્લા 16 વર્ષમાં ઈંગ્લેન્ડ માત્ર એક વખત ઓસ્ટ્રેલિયાને તેમના જ હોમગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચમાં હરાવી શક્યું છે. લીડ્સમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જ્યાં પાકિસ્તાનની ટીમ પ્રથમ ઇનિંગ માત્ર 171 રનમાં સમેટાઈ ગઈ હતી.
"પાકિસ્તાન એક નબળી ટીમ"-સ્ટુઅર્ટ બ્રોડે
પૂર્વ ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે પાકિસ્તાન-ઈંગ્લેન્ડ સિરીઝ શરૂ થાય તે પહેલાં કહ્યું હતું કે, "પાકિસ્તાન એક નબળી ટીમ છે, તેમની ટીમ સારી નથી. એ અનુમાન લગાવવું મુશ્કેલ નથી કે ઈંગ્લેન્ડ આ સિરીઝ ખૂબ જ સરળતાથી 3-0થી જીતી જશે." બ્રોડનું આ નિવેદન પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર સલમાન બટ્ટને પસંદ આવ્યું નહીં. તેમણે તીખા અંદાજમાં ઈંગ્લેન્ડની ટીમ પર નિશાન સાધ્યું. સલમાન બટ્ટે કહ્યું,"તેમાં કોઈ શંકા નથી કે પાકિસ્તાનની ટીમ નબળી છે. પાકિસ્તાન સારી ટીમ નથી અને જો ઈંગ્લેન્ડ આ ટેસ્ટ સિરીઝ જીતી શકતું નથી, તો તે તેમના માટે મોટી નિષ્ફળતા હશે."
સલમાન બટ્ટ ભડક્યા
પાકિસ્તાન માટે 33 ટેસ્ટ મેચ રમી ચૂકેલા સલમાન બટ્ટે કહ્યું, "સ્ટુઅર્ટ બ્રોડે પાકિસ્તાનને એક નબળી ટીમ ગણાવી હતી. હું માનું છું કે પાકિસ્તાનની ટીમ આ સમયે સારું ક્રિકેટ રમી રહી નથી, પરંતુ 'નબળી ટીમ'વાળી ટિપ્પણીનો શું અર્થ છે? તમારી પાસે એક સારી ટીમ છે, પરંતુ જ્યારે તમે ઓસ્ટ્રેલિયા જાઓ છો ત્યારે શું થાય છે? તમે દર વખતે 5-0થી હારીને પાછા આવો છો." સલમાન બટ્ટે આગળ કહ્યું કે જ્યારે પાકિસ્તાનનો બોલિંગ સારી હતી, ત્યારે ઈંગ્લેન્ડ પાસે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરનારા બોલરો હતા.ત્યારે કોઈએ એવું નહોતું કહ્યું કે ઈંગ્લેન્ડ એક નબળી ટીમ છે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ