તમિલ સિનેમાના પ્રખ્યાત સંગીતકાર અને ગાયક અનિરુદ્ધ રવિચંદર તથા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના માલિક કાવ્યા મારન ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, આ હાઈ-પ્રોફાઈલ કપલ ૧૧ નવેમ્બરે ગ્રીસમાં એક ખાનગી સમારોહમાં સાત ફેરા લેશે. ગ્રીસમાં માત્ર પરિવારના નજીકના સભ્યો જ હાજર રહેશે.
ચેન્નાઈમાં 21 નવેમ્બરે યોજાશે ભવ્ય રિસેપ્શન
ગ્રીસમાં લગ્ન કર્યા બાદ, આ દંપતી દ્વારા 21 નવેમ્બરે ચેન્નાઈમાં એક અત્યંત ભવ્ય વેડિંગ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશની ઘણી મોટી હસ્તીઓ, રાજકારણીઓ, ક્રિકેટરો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગણમાન્ય મહેમાનો હાજરી આપશે.
https://www.instagram.com/reel/De9MzoavEBb/?utm_source=ig_web_button_share_sheet
પીએમ મોદીથી લઈને સીએમ વિજય સુધી: VIP મહેમાનોને નિમંત્રણ
કાવ્યા મારનના પિતા અને 'સન ગ્રુપ'ના ચેરમેન કલાનિધિ મારન તેમજ અનિરુદ્ધ રવિચંદરના માતાપિતાએ દેશના દિગ્ગજ નેતાઓને આ શુભ પ્રસંગે આમંત્રિત કર્યા છે. કલાનિધિ મારન અને અનિરુદ્ધના માતાપિતાએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને લગ્નનું નિમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત તેઓ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણને પણ મળ્યા હતા.
તેલંગાણા અને તમિલનાડુના મુખ્યમંત્રીઓ: કાવ્યાના માતાપિતાએ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી હતી, જેની તસવીર તેલંગાણા CMO દ્વારા શેર કરવામાં આવી છે. તે સિવાય તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયને પણ ચેન્નાઈ રિસેપ્શનમાં હાજરી આપવા માટે વિશેષ નિમંત્રણ આપ્યું છે.
જ્વેલરી બોક્સ જેવું રોયલ વેડિંગ કાર્ડ થયું વાયરલ
કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરના લગ્નનું શાહી કાર્ડ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યું છે. આ વિશેષ કાર્ડ "પિંક વ્હિસલ મેન" (Pink Whistle Man) ના રજની આયંગર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. દેખાવમાં એક આકર્ષક જ્વેલરી બોક્સ જેવું લાગતું આ કાર્ડ સફેદ બોક્સ પર રોયલ બ્લુ પ્લાસ્ટર ઓફ પેરિસના કોતરકામથી તૈયાર કરવામાં આવ્યું છે. "પિંક વ્હિસલ મેન" એ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ રોયલ ઇન્વિટેશનની એક ઝલક પણ શેર કરી છે, જે દંપતીના શાહી લગ્નની ભવ્યતા દર્શાવે છે.
આ પણ વાંચો : IND VS NZ: વેસ્ટ ઈન્ડિઝના કોચ પણ દંગ! ડેરેન સેમીએ કહ્યું, ‘ભારત એક ખતરનાક ટીમ છે’