ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમને નવા મુખ્ય કોચ મળ્યા છે.ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગને ટેસ્ટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ફ્લેમિંગે તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથેના તેમના ઘણા વર્ષોના અને અત્યંત સફળ કાર્યકાળનો અંત લાવ્યો.ઈંગ્લેન્ડ ટીમમાં જોડાયા બાદ ફ્લેમિંગે કહ્યું કે તેઓ આ નવી જવાબદારી માટે ઉત્સાહિત છે અને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત કોચિંગ પદોમાંથી એકને સંભાળવાને એક મહાન સન્માન માને છે.

ઈંગ્લેન્ડનું ટેસ્ટ ક્રિકેટમાં તાજેતરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું 

ઈંગ્લેન્ડની ટીમમાં આ ફેરફાર બેન સ્ટોક્સ અને બ્રેન્ડન મેકકુલમના કાર્યકાળના અંત પછી આવ્યો છે.એશિઝ સીરિઝમાં નિરાશાજનક પ્રદર્શન અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામે 2-1 થી ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં હાર બાદ મેકકુલમે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.બેન સ્ટોક્સે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.આ પછી, જો રૂટને ફરી એકવાર ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના નિયમિત કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પદ પર નિયુક્ત થવું સન્માનની વાત છે: ફ્લેમિંગ

સ્ટીફન ફ્લેમિંગ તાત્કાલિક ટીમમાં જોડાશે નહીં. ઇંગ્લેન્ડના આગામી પાકિસ્તાન પ્રવાસ પછી તેઓ પોતાનું પદ સંભાળશે, કારણ કે તેઓ હાલમાં તેમના પરિવાર સાથે ન્યુઝીલેન્ડમાં છે. ભૂતપૂર્વ ઇંગ્લેન્ડ ક્રિકેટર માર્કસ ટ્રેસ્કોથિક પાકિસ્તાન સામેની શ્રેણી દરમિયાન કાર્યકારી કોચ તરીકે સેવા આપશે. ફ્લેમિંગે કહ્યું, "હું ઇંગ્લેન્ડમાં ટેસ્ટ કોચ તરીકે જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ વિશ્વ ક્રિકેટમાં સૌથી પ્રતિષ્ઠિત કોચિંગ પદોમાંનું એક છે, અને આ પદ પર નિમણૂક થવી એ સન્માનની વાત છે.

રૂટ અને બ્રુક જેવા ખેલાડીઓ સાથે કામ કરવા માટે ઉત્સાહિત: ફ્લેમિંગ

સ્ટીફન ફ્લેમિંગ કહે છે કે તેઓ ઇંગ્લેન્ડને તાત્કાલિક જીતવામાં અને ભવિષ્ય માટે એક મજબૂત ટીમ બનાવવામાં મદદ કરવા માંગે છે.તેમણે કેપ્ટન જો રૂટને તેમની પેઢીના એક મહાન અને ખાસ ખેલાડી ગણાવ્યા અને કહ્યું કે તેઓ તેમની સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. વધુમાં,ફ્લેમિંગે યુવા ખેલાડી હેરી બ્રુકની બેટિંગ અને કેપ્ટનશીપ કૌશલ્ય સુધારવા પર ખાસ ભાર મૂક્યો. નોંધનીય છે કે રૂટને બીજી વખત ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમણે અગાઉ 65 ટેસ્ટ મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે.

આ પણ વાંચો - Ben Stokesની નવી ઇનિંગ,નિવૃત્તિ બાદ હવે ઓસ્ટ્રેલિયન લીગમાં મચાવશે ધૂમ