સૂર્યકુમાર યાદવ પાસેથી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છીનવાઈ ગઈ છે.પરંતુ તેમને ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યા છે.દરમિયાન સૂર્યા હાલમાં T20 મુંબઈ લીગમાં રમી રહ્યો છે.આ દરમિયાન તેણે ધમાકેદાર ઇનિંગ્સ રમી.તેણે પોતાની સિગ્નેચર બેટિંગ સ્ટાઇલ દર્શાવી.તેણે 200ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી અને અંત સુધી અણનમ રહ્યો.
MSC મરાઠા રોયલ્સ અને ટ્રાયમ્ફ નાઈટ્સ MNE વચ્ચે મેચ રમાઈ
T20 મુંબઈ લીગ હાલમાં ચાલી રહી છે.અને સૂર્યકુમાર યાદવ પણ તેમાં રમી રહ્યા છે.સોમવારે MSC મરાઠા રોયલ્સ અને ટ્રાયમ્ફ નાઈટ્સ MNE વચ્ચે મેચ રમાઈ હતી.પહેલા બેટિંગ કરતા MSC મરાઠા રોયલ્સ તેમના સંપૂર્ણ 20 ઓવર પૂરા કરવામાં નિષ્ફળ ગયા 19.5 ઓવરમાં ફક્ત 152 રનમાં ઓલઆઉટ થઈ ગયા.જવાબમાં,ટ્રાયમ્ફ નાઈટ્સ MNEએ ફક્ત 16 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું,ફક્ત ચાર વિકેટ ગુમાવી.

સૂર્યકુમાર યાદવે 32 બોલમાં અણનમ 72 રન બનાવ્યા.

મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક ઇનિંગ્સ જોવા મળી.ચોથા નંબર પર બેટિંગ કરતા તેણે ફક્ત 36 બોલમાં 72 રન બનાવ્યા.તેણે 13 ચોગ્ગા અને એક છગ્ગા ફટકારીને 200 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા.સૂર્યાએ પોતાની ટીમને વિજય તરફ દોરી અને અંત સુધી અણનમ રહ્યો.ત્રીજા નંબર પર બેટિંગ કરતા,નૂતન કુમાર ગોયલે પણ 42 બોલમાં 56 રન બનાવ્યા.જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા.

સૂર્યાનું બેટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાંત

સૂર્યાકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ આ વર્ષે માર્ચમાં ICC T20 વર્લ્ડ કપ 2026 જીત્યો.જોકે સૂર્યાનું બેટ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બિનઅસરકારક રહ્યું,ક્યારેક એક પણ રન માટે સંઘર્ષ કરવો પડ્યો.ત્યારબાદ જ્યારે IPL શરૂ થઈ.ત્યારે સૂર્યા ત્યાં પણ સંઘર્ષ કરી રહ્યો હતો.આ પછી એવું લાગતું હતું કે સૂર્યા માટે ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ બનશે.

શ્રેયસ ઐયરને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

દરમિયાન BCCI એ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી.આ યાદીમાં સૂર્યકુમાર યાદવનું નામ સામેલ નહોતું.તેમની પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ ગઈ અને તેમને ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યા.સૂર્યાના સ્થાને શ્રેયસ ઐયરને ટીમ ઈન્ડિયાની ટી20 ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.હવે સૂર્યા પાસે ફક્ત એવી ટુર્નામેન્ટ બાકી છે જ્યાં તે રમી શકે અને વાપસીની પોતાની તકો જીવંત રાખી શકે.


  • Follow us on: