ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા કુલ 15 મેચો રમશે, જેમાં 5 T20I, 5 ODI અને 2 ટેસ્ટ મેચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભારતીય 'A' ટીમ ન્યૂઝીલેન્ડ 'A' સામે ત્રણ ચાર-દિવસીય (બિનસત્તાવાર ટેસ્ટ) મેચોની સિરીઝ પણ રમશે. આ મેચો માટે BCCI દ્વારા 15 સભ્યોની 'ભારત A' ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 11 જેટલા ટેસ્ટ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

'ભારત A' ટીમમાં દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ

પસંદગી સમિતિએ 'ભારત A' ટીમમાં કેએલ રાહુલ, ઋષભ પંત, સાઈ સુદર્શન, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ અને વોશિંગ્ટન સુંદર જેવા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. જોકે, ઘરેલુ ક્રિકેટમાં રનનો અંબાર લગાવનાર સરફરાઝ ખાનની આ ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. બીજી તરફ, ઈજામાંથી પુનઃ સાજા થઈને સંપૂર્ણ ફિટ થયેલા સાઈ સુદર્શનની ટીમમાં વાપસી થઈ છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબી સહિત કુલ 12 એવા ખેલાડીઓ છે જેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે.

મેચોનું ટાઈમટેબલ અને ODI સિરીઝનું સમીકરણ

ભારત A અને ન્યૂઝીલેન્ડ A વચ્ચેની પ્રથમ ચાર-દિવસીય મેચ 24 થી 28 ઓક્ટોબર દરમિયાન લિંકનમાં રમાશે. બીજી મેચ 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન ક્રાઇસ્ટચર્ચમાં અને ત્રીજી તથા અંતિમ મેચ 7 થી 10 નવેમ્બર દરમિયાન લિંકનમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 4 નવેમ્બરથી 5 મેચોની ODI સિરીઝ શરૂ થઈ રહી છે. જો કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ અને વોશિંગ્ટન સુંદર મુખ્ય ODI ટીમમાં પસંદ થશે, તો તેઓ આ બિનસત્તાવાર ટેસ્ટ મેચોમાંથી બહાર રહેશે.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે જાહેર કરાયેલી 'ભારત A' ટીમ

ધ્રુવ જુરેલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડીક્કલ, રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, આકીબ નબી, આકાશ દીપ, અંશુલ કંબોજ, માનવ સુથાર, મુકેશ કુમાર, સાઈ સુદર્શન, ખલીલ અહમદ, તિલક વર્મા.


આ પણ વાંચો : Team Indiaના નવા માઈન્ડસેટ પર શ્રેયસ ઐયરનો મોટો ખુલાસો