ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 5 મેચની T20 શ્રેણીનો કરો કે મરો જેવો નિર્ણાયક મુકાબલો રમાવા જઈ રહ્યો છે.શ્રેણી 2-2ની બરાબરી પર હોવાથી આજની મેચ જીતનારી ટીમ ટ્રોફી પર કબજો કરશે.આ મહામુકાબલા પહેલાં ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે એક મોટું નિવેદન આપીને ક્રિકેટ જગતમાં નવી ચર્ચા જગાવી છે.મોર્કેલે સતત ખરાબ પ્રદર્શનના કારણે ટીકાઓનો સામનો કરી રહેલા ભારતીય બોલરોનો જોરદાર બચાવ કર્યો છે અને ખેલાડીઓના માનસિક થાક તેમજ વ્યસ્ત કાર્યક્રમ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
દબાણ અને માનસિક થાકને અવગણવો યોગ્ય નથી
બોલિંગ કોચ મોર્ને મોર્કેલનું માનવું છે કે, ચાહકો અને વિવેચકો હંમેશા ખેલાડીઓ પાસેથી દરેક મેચમાં 100 ટકા શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા રાખે છે,પરંતુ તેમના સતત પ્રવાસ અને શારીરિક-માનસિક સ્થિતિ પર કોઈ ધ્યાન આપતું નથી. એક મેચ પૂરી થતાં જ ખેલાડીઓએ બીજી મેચ માટે ટ્રાવેલ કરવું પડે છે. આવી પરિસ્થિતિમાં માનસિક રીતે ફ્રેશ રહેવું એ કોઈપણ પ્રોફેશનલ ક્રિકેટર માટે બહુ મોટો પડકાર છે.મોર્કેલે સ્પષ્ટ કર્યું કે મેદાન પર ધારદાર બોલિંગ કરવા માટે મગજ શાંત અને તાજું હોવું અત્યંત જરૂરી છે.
પીએમ મોદી સાથે મુલાકાત અને એશિયન ગેમ્સનું આપ્યું ઉદાહરણ
ખેલાડીઓ પર રહેલા વર્કલોડનું જીવંત ઉદાહરણ આપતાં મોર્કેલે જણાવ્યું કે,ટીમના કેટલાક ખેલાડીઓ એશિયન ગેમ્સ રમીને સીધા જ વેસ્ટ ઇન્ડિઝ સામેની આ ભારે દબાણ વાળી T20 શ્રેણીમાં સામેલ થયા હતા.આ વ્યસ્ત શિડ્યુઅલ વચ્ચે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માટે ખાસ દિલ્હી જવું પડ્યું હતું અને તેના બીજા જ દિવસે તેઓ મેચની તૈયારી માટે મેદાન પર પરસેવો પાડી રહ્યા હતા.આવા ગીચ કાર્યક્રમમાં ખેલાડીઓને પૂરતી ઊંઘ,આરામ અને રિકવરી માટે સમય મળતો નથી,જેના કારણે પ્રદર્શન પર સીધી અસર પડે છે.ખાસ કરીને ફાસ્ટ બોલરો માટે આરામ ન મળવો એ ચિંતાનો વિષય છે.
સપાટ પિચો પર બોલિંગ કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન
વર્તમાન શ્રેણીમાં ભારતીય બોલરોના ફ્લોપ શો પાછળ પિચની સ્થિતિ પણ જવાબદાર હોવાનું કોચે સ્વીકાર્યું છે. સપાટ પિચો સંપૂર્ણપણે બેટ્સમેનોની મદદગાર સાબિત થઈ છે, જ્યાં બોલરો માટે વિકેટ ઝડપવી ખૂબ મુશ્કેલ બની જાય છે.મોર્કેલે જણાવ્યું કે તેમણે ડેથ ઓવરો માં થતી ભૂલો અંગે બોલરો સાથે ખાસ વાતચીત કરી છે.તેમણે ખેલાડીઓને જૂની ભૂલો ભૂલીને ગભરાયા વિના સચોટ લાઇન-લેન્થ સાથે પોતાની યોજનાઓનો અમલ કરવાની સલાહ આપી છે. આજની નિર્ણાયક મેચમાં ભારત શ્રેણી જીતશે કે નહીં, તેનો ઘણો મોટો આધાર પાવરપ્લે અને છેલ્લી ઓવરોમાં ભારતીય બોલરોના પ્રદર્શન પર રહેશે.
આ પણ વાંચો - IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સનો માસ્ટરસ્ટ્રોક, હવે આ દિગ્ગજ સંભાળશે કમા