ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી વનડેમાં ન્યૂઝીલેન્ડના ઓપનર ટિમ સીફર્ટે શાનદાર બેટિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ભારતીય બોલરો શરૂઆતની 10 ઓવરમાં એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ સીફર્ટે આક્રમક બેટિંગ કરતાં માત્ર 10 ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે જ તેણે 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

શ્રેયસ અય્યરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ચોથી વનડેમાં ભારતીય ટીમની કમાન શ્રેયસ અય્યરના હાથમાં છે. તેણે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમને આશા હતી કે શરૂઆતની ઓવરોમાં ઝડપી વિકેટ મેળવીને ન્યૂઝીલેન્ડ પર દબાણ બનાવશે.જોકે, ન્યૂઝીલેન્ડના ઓપનર ટિમ સીફર્ટ અને વિલ યંગે ભારતીય બોલરોની મુશ્કેલી વધારી દીધી હતી. બંનેએ સંભાળીને બેટિંગ કરવાની સાથે ખરાબ બોલ પર આક્રમક પ્રહાર પણ કર્યા હતા.ભારતીય બોલરોને કેટલીક તક મળી હતી, પરંતુ નબળી ફિલ્ડિંગના કારણે તેનો ફાયદો ઉઠાવી શકાયો નહોતો. સ્લિપમાં રોહિત શર્માએ બે કેચ છોડ્યા હતા, જ્યારે વિકેટકીપર ઈશાન કિશન પણ એક કેચ પકડી શક્યો નહોતો

10 ઓવરમાં જ સીફર્ટે ફટકારી અડધી સદી

ટિમ સીફર્ટ શરૂઆતથી જ આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે ભારતીય બોલરો સામે કોઈ દબાણ લીધા વિના રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. ખાસ વાત એ હતી કે તેણે માત્ર 10 ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.આ સાથે જ તેણે 1999 બાદ ભારત સામે વનડેમાં પ્રથમ 10 ઓવરમાં અડધી સદી ફટકારનાર ન્યૂઝીલેન્ડના બેટ્સમેન તરીકે ખાસ સિદ્ધિ મેળવી હતી.આ પહેલાં જાન્યુઆરી 1999માં બ્રાયન યંગે ભારત સામે શરૂઆતની ઓવરોમાં શાનદાર બેટિંગ કરી હતી. જોકે, તે પોતાની અડધી સદી પૂરી કરી શક્યો નહોતો. હવે સીફર્ટે આ જૂના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

https://x.com/ImTanujSingh/status/2121074927763955986?a=IVtjpugmeMyqPizwshk&s=20


ન્યૂઝીલેન્ડે પણ 10 ઓવરમાં બનાવ્યો ખાસ રેકોર્ડ

આ મેચમાં માત્ર ટિમ સીફર્ટ જ નહીં, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમે પણ શાનદાર શરૂઆત કરી હતી. છેલ્લા 17 વનડે મુકાબલા બાદ પ્રથમ વખત ન્યૂઝીલેન્ડે પ્રથમ 10 ઓવરમાં 50 રનનો આંકડો પાર કર્યો હતો.આ પહેલાં વર્ષ 2025માં વેલિંગ્ટન ખાતે ઇંગ્લેન્ડ સામેની વનડેમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ 10 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના 64 રન બનાવ્યા હતા.ચોથી વનડેમાં વિલ યંગ અને ટિમ સીફર્ટની જોડીએ ભારતીય બોલરોને વિકેટ માટે લાંબી રાહ જોવડાવી હતી.

ગુરનૂર બ્રારે સીફર્ટની ઇનિંગ્સનો કર્યો અંત

ટિમ સીફર્ટ પોતાની ઇનિંગ્સને વધુ મોટી બનાવવા માંગતો હતો, પરંતુ ગુરનૂર બ્રારે તેની આક્રમક ઇનિંગ્સનો અંત લાવ્યો હતો.સીફર્ટે 48 બોલમાં 58 રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થયો હતો. તેનો સ્ટ્રાઇક રેટ લગભગ 120 રહ્યો હતો.ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ 12મી ઓવરમાં 85 રનના સ્કોર પર પડી હતી. આ રીતે સીફર્ટ અને વિલ યંગે ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.

આ પણ વાંચો - Kusal Mendisની ઐતિહાસિક સદી, વિરાટ-જો રૂટના ક્લબમાં એન્ટ્રી