ક્રિકેટ જગતમાં રેકોર્ડ્સ બનવા અને તૂટવા સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે કોઈ 15 વર્ષનો કિશોર મહાન સચિન તેંડુલકરના ઐતિહાસિક રેકોર્ડને તોડવા જઈ રહ્યો હોય,ત્યારે આખું વિશ્વ તેની તરફ નજર માંડીને બેસે છે.ભારતનો યુવા બેટિંગ સેન્સેશન વૈભવ સૂર્યવંશી આગામી 26 જૂન 2026ના રોજ આયર્લેન્ડ સામે બેલફાસ્ટમાં નવો ઇતિહાસ રચી શકે છે
26 જૂન અને સચિનનો મોટો રેકોર્ડ
જો ૨૬ જૂને આયર્લેન્ડ સામેની ટી20 મેચમાં વૈભવ સૂર્યવંશી મેદાન પર ઉતરશે,તો તે માત્ર 15વર્ષ અને 91 દિવસની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કરનારો સૌથી યુવા ખેલાડી બની જશે.આ સાથે જ તે સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી જશે.સચિને 1989માં પાકિસ્તાન સામે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો હતો.વૈભવ ભારત તરફથી ટી20 રમનારો 120મો ખેલાડી બનશે.જોકે વિશ્વમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરવાનો વર્લ્ડ રેકોર્ડ રોમાનિયાના મેરિયન ગેરાસિમના નામે છે.
શ્રીલંકામાં ધૂમ મચાવી 29 બોલમાં 92 રન બનાવ્યા
તાજેતરમાં જ શ્રીલંકામાં રમાયેલી એ-ટીમ ટ્રાઇ-સિરીઝ વનડે ફાઇનલમાં વૈભવે જે વિસ્ફોટક બેટિંગ કરી તેનાથી આંતરરાષ્ટ્રીય બોલરો ધ્રૂજી ઉઠ્યા છે. તેણે વિરોધી બોલિંગ લાઇનઅપને વેરવિખેર કરતા માત્ર 29 બોલમાં 94 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 10 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. આ દરમિયાન તેણે માત્ર 11 બોલમાં જ પોતાની અડધી સદી પૂરી કરીને સનસનાટી મચાવી દીધી હતી.
વૈભવની નજર સચિના રેકોર્ડ પર
વૈભવની રમતનું સૌથી આકર્ષક પાસું તેનો નિર્ભય અભિગમ છે. તે ભલે15 વર્ષનો હોય, પરંતુ તેનો શૉટ સિલેક્શન કોઈ અનુભવી દિગ્ગજ જેવો જ છે. ક્રિકેટમાં રેકોર્ડ્સ બનાવવા સહેલા છે, પણ તેને યાદગાર રાખવા અઘરા છે. જેમ સચિને પોતાની મહેનતથી મહાનતા મેળવી, તેમ વૈભવનો ખરો પડકાર હવે શરૂ થશે. પરંતુ એક વાત સાબિત થઈ ગઈ છે કે, આ યુવા ખેલાડી દબાણમાં ઝૂકવાને બદલે શાનદાર વળતો પ્રહાર કરવાનું જાણે છે.
રોહિતે 2007માં બેલફાસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું.
રોહિત શર્માએ 2007માં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી ODI મેચ રમી હતી.તેણે આયર્લેન્ડના બેલફાસ્ટમાં સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે.રોહિતને તે મેચમાં બેટિંગ કરવાની તક મળી ન હતી કારણ કે સૌરવ ગાંગુલી અને ગૌતમ ગંભીરની મજબૂત ઇનિંગ્સને કારણે ભારતે 50 ઓવરમાં આયર્લેન્ડના 194 રનના લક્ષ્યાંકને પ્રાપ્ત કર્યો હતો.ભારતે બેલફાસ્ટમાં આ મેચ 9 વિકેટથી જીતી હતી.જે રોહિત શર્માની પણ ડેબ્યૂ મેચ હતી.
આ પણ વાંચો - Vaibhav Sooryavanshi : આ ગ્રાઉન્ડ પર થશે વૈભવ સુર્યવંશીનું ડેબ્યું, રોહિત રમ્યો હતો પહેલી મેચ