ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T20 સીરિઝની બીજી મેચ શરૂ થવા જઈ રહી છે. જોકે, બીજી મેચ પહેલાં પહેલી T20માં ભારતીય ટીમના નિર્ણયને લઈને ચર્ચા શરૂ થઈ છે. ભારતના પૂર્વ ઓપનર શ્રીકાંતે વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવાના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા છે.વૈભવને પ્રથમ T20માં ટીમની અંતિમ 11 ખેલાડીઓમાં સ્થાન મળ્યું નહોતું. તેના સ્થાને સંજુ સેમસન અને અભિષેક શર્માએ ભારત માટે ઓપનિંગ કરી હતી. આ નિર્ણયથી ઘણા ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. શ્રીકાંત પણ આ નિર્ણયથી ખુશ નહોતા અને તેમણે ટીમ મેનેજમેન્ટને વૈભવ સાથે યોગ્ય રીતે વર્તવાની સલાહ આપી છે.
વૈભવને બહાર રાખવા પર શ્રીકાંત નારાજ
શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું કે વૈભવ સૂર્યવંશીને પ્રથમ T20ની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવો યોગ્ય નિર્ણય નહોતો. તેમણે કહ્યું કે ટીમમાં યુવા ખેલાડી પર વિશ્વાસ રાખવાની જરૂર છે.શ્રીકાંતે પોતાની પત્નીની પ્રતિક્રિયા પણ જણાવી. તેમણે કહ્યું કે વૈભવ મેચમાં રમતો ન હોવાનું જોઈને તેઓ ફિલ્મ જોવા લાગ્યા હતા. જ્યારે તેમની પત્નીને ખબર પડી કે વૈભવ ટીમમાં નથી, ત્યારે તેમણે પણ આ નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા.શ્રીકાંતના જણાવ્યા પ્રમાણે, તેમની પત્નીએ કહ્યું કે જે ખેલાડી અગાઉની મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો, તેને જ આગામી મેચમાં બહાર કેવી રીતે રાખી શકાય? શ્રીકાંતે પણ વૈભવને બહાર રાખવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો નહોતો.

