ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 શ્રેણી હવે તેના સૌથી રોમાંચક અને નિર્ણાયક વળાંક પર આવી ગઈ છે. બંને ટીમો સીરીઝમાં 2-2ની બરાબરી પર હોવાથી આજે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારો પાંચમો મુકાબલો ટ્રોફીનો અસલી વિજેતા નક્કી કરશે. પરંતુ આ હાઈ-વોલ્ટેજ મેચની ટોસ પહેલાં જ ભારતીય ટીમના 15વર્ષના યુવા વિસ્ફોટક ઓપનર વૈભવ સૂર્યવંશીએ સોશિયલ મીડિયા પર એક એવી સ્ટોરી શેર કરી છે જેણે ક્રિકેટ જગતમાં  ભારે ચર્ચા જગાવી દીધી છે.

ઇંગ-11માં જગ્યા ન મળવાનું દર્દ માત્ર બે શબ્દોમાં છલકાયું

વૈભવ સૂર્યવંશી આખી શ્રેણી દરમિયાન ભારતીય ટીમ નો હિસ્સો છે, પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને હજુ સુધી એકપણ મેચમાં અંતિમ અગિયારમાં રમવાની તક આપી નથી. સતત બેન્ચ પર બેઠા પછી આ યુવા સનસનાટી ખેલાડીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર સાથે અંગ્રેજીમાં માત્ર બે જ શબ્દો લખ્યા- "Still believing". વૈભવની આ ટૂંકી પોસ્ટ સ્પષ્ટ કરે છે કે સતત નજરઅંદાજ થવા છતાં તેણે હિંમત હારી નથી અને તેને પોતાની પ્રતિભા પર પૂરો ભરોસો છે કે જ્યારે પણ મોકો મળશે ત્યારે તે ધમાકો કરશે.

https://www.instagram.com/p/DeZQ0w5jO7_/?utm_source=ig_web_copy_link&dlrf=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==



186 ના તોફાની સ્ટ્રાઈક રેટથી રમે છે આ જુનિયર સ્ટાર

માત્ર 15 વર્ષની નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આક્રમક બેટિંગથી હેડલાઇન્સ બનાવનાર વૈભવ સૂર્યવંશીનો ટી૨૦ રેકોર્ડ અત્યંત શાનદાર છે

• કુલ મેચો: 8T20 આંતરરાષ્ટ્રીય મેચ

• કુલ રન: 246રન
• અડધી સદી:2ફિફ્ટી
એશિયન ગેમ્સ વૈભવે કર્યો કમાલ 
તાજેતરમાં એશિયન ગેમ્સમાં ભારતીય ટીમે જે ગોલ્ડ મેડલ જીત્યો હતો, વૈભવ તે ગોલ્ડ મેડલિસ્ટ ટીમની તમામ મેચોમાં પ્લેઇંગ-11નો મહત્વનો ભાગ રહ્યો હતો. જોકે, વેસ્ટ ઇન્ડિઝ સામેની આજની આ 'કરો કે મરો' જેવી ફાઇનલ મેચમાં પણ તેને રમવાની તક મળે તેવી શક્યતાઓ ઘણી ઓછી દેખાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વૈભવનો આ આત્મવિશ્વાસ કેપ્ટન અને કોચ મોર્ને મોર્કેલને તેને પ્લેઇંગ-૧૧માં સામેલ કરવા માટે મજબૂર કરી શકે છે કે નહીં.

વેસ્ટ ઇન્ડીઝ સામે તકની રાહમાં વૈભવ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની આ T20 શ્રેણીમાં વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમના સભ્ય તરીકે સામેલ છે. જોકે, અત્યાર સુધી તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી. હવે શ્રેણીની અંતિમ મેચ પહેલાં તેની પોસ્ટને લઈને ચર્ચા થઈ રહી છે.ભારત માટે આ મેચ જીતવી મહત્ત્વની છે, કારણ કે બંને ટીમો 2-2થી બરાબર છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ અંતિમ મેચ માટે કયા ખેલાડીઓને મેદાનમાં ઉતારે છે તેના પર સૌની નજર રહેશે. વૈભવને તક મળશે કે નહીં તે અંગે સત્તાવાર પુષ્ટિ વિના કોઈ નિશ્ચિત અનુમાન લગાવી શકાય નહીં.