ભારત-A અને શ્રીલંકા-A વચ્ચે દામ્બુલામાં 15 જૂનના રોજ રમાયેલી ત્રિકોણીય સિરીઝની મેચ બાદ થયેલા વિવાદમાં શ્રીલંકા-A ના ખેલાડી વિશેન હલમ્બગે અને વૈભવ સૂર્યવંશી પર કાર્યવાહી કરવામાં આવી છે. અહેવાલો મુજબ, મેચ રેફરી પ્રદીપ જયપ્રકાશે હલમ્બગેને વૈભવ સૂર્યવંશીને ઉશ્કેરવા અને મેદાન પર તણાવ વધારવા માટે દોષિત માન્યો છે. વિશેન હલમ્બગે અને વૈભવ સૂર્યવંશીની 50 ટકા મેચ ફી કાપવામાં આવી છે.

સુપર ઓવર બાદ થયો વિવાદ

ભારત-A ના કેપ્ટન તિલક વર્માની મેચ ફી પર 30 ટકા દંડ લાગ્યો છે. શ્રીલંકા-A ના વિકેટકિપર નિરોશન ડિકવેલા પર મેચ ફીના 20 ટકા દંડ લાગ્યો છે. આ વિવાદ તે સમયે થયો જ્યારે સુપર ઓવરમાં રોમાંચક જીત બાદ શ્રીલંકા-A ના ખેલાડીઓ અને ભારત-A ના 15 વર્ષના બેટ્સમેન વૈભવ સૂર્યવંશી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ ગઈ હતી. વૈભવ સૂર્યવંશી શ્રીલંકામાં ચાલી રહેલી ત્રિકોણીય સિરીઝમાં પોતાના બેટથી આશા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. વૈભવની 4 મેચોમાં માત્ર 117 રન જ રહ્યા છે.


વાત ઝપાઝપી સુધી પહોંચી

આ મામલો એટલો વધી ગયો કે બંને ખેલાડીઓ વચ્ચે ધક્કા-મુક્કી પણ જોવા મળી હતી અને વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. ઇન્ડિયા-A આ મેચ સુપર ઓવરમાં હારી ગયું હતું. આ ઘટના સુપર ઓવરમાં ખૂબ જ તણાવપૂર્ણ મેચ બાદ બની હતી.

કોચે કર્યો બચાવ

ભારત-A ના સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલેએ સૂર્યવંશીનો બચાવ કરતા કહ્યું કે યુવા ખેલાડી આ ઘટનામાંથી શીખશે, પરંતુ સાથે જ તેમણે એ પણ ઉમેર્યું કે શ્રીલંકન ખેલાડીઓને પણ મેદાન પરના વર્તનને લઈને શિક્ષિત કરવા જોઈએ. વૈભવ સૂર્યવંશી શ્રીલંકામાં આ ત્રિકોણીય સિરીઝમાં પોતાના બેટથી આશા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. વૈભવે 4 મેચોમાં માત્ર 117 રન જ બનાવ્યા છે.

આ પણ વાંચો-મ્યુઝિક લવર્સ પર ચડ્યો ગહેરા હુઆનો જાદુ, કોકટેલ 2ના નવા ટ્રેકે મચાવી ધૂમ!

  • Follow us on: