ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં હંમેશાં રોમાંચ જોવા મળે છે. પરંતુ આ વખતે ભારત-એ અને પાકિસ્તાન-એ વચ્ચે રમાયેલી મેચમાં એક અલગ જ નાટક જોવા મળ્યું હતું. ભારતીય કેપ્ટન તિલક વર્માની મેદાન પરની એક ભૂલને કારણે પાકિસ્તાની ખેલાડીઓ અમ્પાયરના નિર્ણય સામે નારાજ થઈ ગયા હતા. મામલો એટલો વધી ગયો કે પાકિસ્તાન-એના કેપ્ટન અબ્દુલ સમદ સહિતના ખેલાડીઓએ મેદાન પર અમ્પાયરો સાથે લાંબી દલીલ કરી હતી.રવિવાર 22 નવેમ્બરે એશિયન ક્રિકેટ કાઉન્સિલની મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની ગ્રુપ સ્ટેજની મેચમાં ભારત-એ અને પાકિસ્તાન-એની ટક્કર થઈ હતી. દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાન-એએ ભારત-એને 48 રનથી હરાવ્યું હતું. જોકે, મેચના અંતિમ તબક્કામાં બનેલી એક ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

44મી ઓવરમાં કેવી રીતે થયો વિવાદ?

આ સમગ્ર ઘટના ભારતની ઇનિંગ્સની 44મી ઓવરની શરૂઆતમાં બની હતી. પાકિસ્તાન-એનો ઝડપી બોલર અલી રઝા ઓવર ધ વિકેટ બોલિંગ કરી રહ્યો હતો. જ્યારે શહબાઝ અહમદ સ્ટ્રાઇક પર હતો, ત્યારે નોન-સ્ટ્રાઇકર એન્ડ પર ઊભેલો તિલક વર્મા બોલરની એ જ બાજુ ઊભો હતો.નિયમ પ્રમાણે આવી સ્થિતિમાં બોલરની મંજૂરી લેવી જરૂરી હોય છે. અલી રઝાએ ઓવરના પ્રથમ બોલ પર બોલિંગ કરી હતી. શહબાઝ અહમદે આ બોલ મિડ ઓફ તરફ રમ્યો હતો. શરૂઆતમાં આ બોલ ડોટ રહ્યો હતો, પરંતુ ત્યારબાદ અમ્પાયરનું ધ્યાન તિલક વર્માની પોઝિશન પર ગયું હતું.અમ્પાયરે નિયમને ધ્યાનમાં રાખીને બોલને ડેડ જાહેર કર્યો હતો. આ નિર્ણયને કારણે પાકિસ્તાની બોલર અલી રઝાએ એ જ બોલ ફરીથી નાખવો પડ્યો હતો.

પાકિસ્તાની કેપ્ટન અમ્પાયર સાથે બબાલ 

અમ્પાયરના આ નિર્ણયથી પાકિસ્તાની ખેલાડીઓ નારાજ થઈ ગયા હતા. પાકિસ્તાન-એના કેપ્ટન અબ્દુલ સમદે મેદાન પર અમ્પાયરો સાથે લાંબી દલીલ કરી હતી. તેણે અમ્પાયરના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા હતા.આ દરમિયાન તિલક વર્મા પણ પાકિસ્તાની કેપ્ટન સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. જોકે, અમ્પાયરો પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા અને પાકિસ્તાની ટીમને બોલ ફરીથી નાખવો પડ્યો હતો.ફરીથી નાખવામાં આવેલા બોલ પર શહબાઝ અહમદે એક રન લઈ લીધો હતો. આમ, જે બોલ પહેલાં ડોટ રહ્યો હતો, તેના ફરીથી નાખવામાં આવેલા બોલ પર ભારતને એક રન મળી ગયો હતો.

https://x.com/_backtolobby/status/2124565735615930547?a=gQ_kVlPoR9NjHROyB0c&s=20


ભારતને લાગ્યો સાતમો ઝટકો

આ વિવાદ બાદ પણ 44મી ઓવરનો રોમાંચ પૂરો થયો નહોતો. શહબાઝ અહમદ આ જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. 314 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ભારતીય ટીમને સાતમો ઝટકો લાગ્યો હતો.આ વિકેટ બાદ મેચમાં પાકિસ્તાન-એની સ્થિતિ મજબૂત બની હતી. અંતે પાકિસ્તાન-એએ ભારત-એને 48 રનથી હરાવીને જીત મેળવી હતી.

આ પણ વાંચો- IND A VS PAK A: અભિષેકની તોફાની 70 અને તિલકની સદી છતાં ભારતનો પરાજય