ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં ભલે મોટી ઇનિંગ રમી ન હોય, પરંતુ તેણે એક મોટો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વેલિંગ્ટનમાં રમાયેલી આ મેચમાં કોહલી માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, આ દરમિયાન માત્ર 1 રન બનાવતાં જ તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો હતો.વિરાટ કોહલી હવે વનડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ સિદ્ધિ સાથે તેણે ફરી સાબિત કર્યું છે કે તેને વનડે ક્રિકેટનો રન મશીન કેમ કહેવામાં આવે છે.

ન્યૂઝીલેન્ડ સામે વિરાટ કોહલી નંબર-1 બન્યો

બીજી વનડે પહેલાં વિરાટ કોહલી અને રિકી પોન્ટિંગ બંનેના નામે ન્યૂઝીલેન્ડ સામે વનડે ક્રિકેટમાં 1971 રન નોંધાયેલા હતા. એટલે કે બંને ખેલાડીઓ સંયુક્ત રીતે પ્રથમ સ્થાને હતા.પરંતુ વેલિંગ્ટન વનડેમાં 1 રન બનાવતાં જ કોહલીએ પોન્ટિંગને પાછળ છોડી દીધો હતો. હવે ન્યૂઝીલેન્ડ સામે વિરાટના નામે કુલ 1978 રન નોંધાયા છે. આ સાથે તે આ યાદીમાં એકલા પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.

https://x.com/CricCrazyJohns/status/2118962555418742964?a=phXnLT8SW95ueGnIzms&s=20


ટોપ-5માં ભારતના 2 દિગ્ગજ ખેલાડીઓ

ન્યૂઝીલેન્ડ સામે વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ભારતના 2 દિગ્ગજ ખેલાડીઓ સામેલ છે. વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે, જ્યારે સચિન તેંડુલકર ત્રીજા સ્થાને છે.


Virat Kohli surpasses Ricky Ponting

બીજી વનડેમાં માત્ર 7 રન બનાવીને આઉટ થયો કોહલી

એક તરફ વિરાટ કોહલીએ રેકોર્ડ બનાવ્યો તો બીજી તરફ તેની બેટિંગ આ મેચમાં ખાસ રહી નહોતી. કોહલી 7 બોલમાં માત્ર 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ન્યૂઝીલેન્ડના બોલર જેકબ ડફીએ તેની વિકેટ ઝડપી હતી.આ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલ પણ ખાતું ખોલાવ્યા વિના ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. જેના કારણે ભારતીય ટીમને શરૂઆતમાં જ બે મોટા ઝટકા લાગ્યા હતા.આ પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલરો સામે માત્ર 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને જીતવા માટે 135 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. વરસાદને કારણે આ મેચ 47-47 ઓવરની રમાઈ રહી હતી.વિરાટ કોહલીની આ સિદ્ધિ ફરી એકવાર તેની લાંબી અને શાનદાર વનડે કારકિર્દીની સાક્ષી પૂરે છે. ભલે આ મેચમાં તેનું બેટ શાંત રહ્યું હોય, પરંતુ રેકોર્ડ બુકમાં તેણે પોતાનું નામ વધુ એક વખત સુવર્ણ અક્ષરે લખાવી દીધું છે.

આ પણ વાંચો - Shubman Gill : 71 ઇનિંગમાં માત્ર 2 વખત ડક, પરંતુ વેલિંગ્ટનમાં ગિલ સાથે થયું કંઈક આવું!