ભારતીય ક્રિકેટ ટીમના રન મશીન અને દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે શ્રેણી માટે કમર કસી લીધી છે. સોશિયલ મીડિયા પર હાલમાં કિંગ કોહલીના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે મુંબઈના ઐતિહાસિક બ્રેબોર્ન સ્ટેડિયમમાં નેટ્સમાં પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે. કોહલીની આ આક્રમક બેટિંગ અને આત્મવિશ્વાસ જોઈને ક્રિકેટ ચાહકોમાં આગામી પ્રવાસને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હાલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણી બાદ તુરંત જ 5 મેચની વનડે (ODI) સીરીઝ રમાશે, જેની શરૂઆત 4 નવેમ્બર, 2026ના રોજ ઓકલેન્ડમાં થશે.
ડાબોડી સ્પિનરોને પછાડવા કોહલીનો 'ખાસ ક્લાસ'
અહેવાલો અનુસાર,કિંગ કોહલીએ બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે લગભગ બે કલાક સુધી નોન-સ્ટોપ નેટ પ્રેક્ટિસ કરી હતી. ન્યૂઝીલેન્ડની ધરતી પર બોલને મળતી ગતિ, સ્વિંગ અને બાઉન્સનો સામનો કરવા માટે વિરાટે પેસર્સ અને સ્પિનર્સ બંને સામે લાંબો સમય બેટિંગ કરી હતી.કિંગ કોહલીએ ખાસ કરીને ડાબોડી સ્પિન બોલરો સામે વધુ સમય વિતાવ્યો હતો, જે ભૂતકાળમાં તેની નબળાઈ રહી ચૂકી છે.પ્રેક્ટિસ દરમિયાન વિરાટ તેના ટ્રેડમાર્ક 'કવર ડ્રાઈવ' અને બેકફૂટ ડિફેન્સ પર પરફેક્શન લાવતો જોવા મળ્યો હતો.
https://x.com/ishowwhyrat/status/2113662629977968757?s=20
4 નવેમ્બરથી વનડે શ્રેણી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની T20I શ્રેણી 1 નવેમ્બરે પૂર્ણ થવાની છે. ત્યાર બાદ વનડે શ્રેણીની શરૂઆત 4 નવેમ્બરે ઓકલેન્ડમાં થવાની છે. બીજી મેચ 7 નવેમ્બરે વેલિંગ્ટન અને ત્રીજી મેચ 10 નવેમ્બરે હેમિલ્ટનમાં રમાવાની છે. ચોથી અને પાંચમી વનડે અનુક્રમે 13 અને 15 નવેમ્બરે માઉન્ટ મૌંગાનુઈમાં યોજાવાની છે. આ શ્રેણીમાં કોહલીના પ્રદર્શન પર
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની વનડે શ્રેણીનું સમયપત્રક
પ્રથમ વનડે: 4 નવેમ્બર - ઓકલેન્ડ
બીજી વનડે: 7 નવેમ્બર - વેલિંગ્ટન
ત્રીજી વનડે: 10 નવેમ્બર - હેમિલ્ટન
ચોથી વનડે: 13 નવેમ્બર - માઉન્ટ મૌંગાનુઈ
પાંચમી વનડે: 15 નવેમ્બર - માઉન્ટ મૌંગાનુઈ
મિશન વનડે વર્લ્ડ કપ 2027 માટે મહત્વની શ્રેણી
ભારતીય ટીમ માટે આ સિરીઝ માત્ર દ્વિપક્ષીય શ્રેણી નથી પરંતુ વનડે વર્લ્ડ કપ 2027 ના રોડમેપની શરૂઆત છે. વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા બંને ટી20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હોવાથી, હવે તેમનું સિંગલ પોઈન્ટ ફોકસ માત્ર વનડે ફોર્મેટ પર છે. યુવા ખેલાડીઓથી સજ્જ ટીમ ઈન્ડિયાને કીવી પિચો પર ગાઈડ કરવા માટે વિરાટનો અનુભવ સૌથી મહત્વનો સાબિત થશે.
આ પણ વાંચો - Mitchell Santner Statement : ન્યૂઝીલેન્ડની હારનું સૌથી મોટું કારણ સામે આવ્યું, સેન્ટનરે જણાવી ભૂલ