ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી 20 ઓક્ટોબરે મુંબઈના કાલિના પ્રાઇવેટ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર પાપારાઝીએ તેની તસવીરો લેવાનું શરૂ કર્યું હતું. કોહલીએ પણ ફોટોગ્રાફર્સ સામે પોઝ આપ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલી આ દરમિયાન ચેક શર્ટ, સફેદ પેન્ટ અને કેપમાં જોવા મળ્યો હતો. ફોટોગ્રાફર્સ તેની તસવીરો લેવા માટે આસપાસ ભેગા થયા હતા. આ દરમિયાન કોહલીએ હળવા અંદાજમાં તેમની સાથે વાતચીત પણ કરી હતી. 

 ‘ઔર કિતની દેર રુકું?’ કહીને ફોટોગ્રાફર્સને પૂછ્યું

વિરાટ કોહલીની એરપોર્ટ પરની આ મુલાકાત દરમિયાન એક મજેદાર ક્ષણ પણ જોવા મળી. ફોટોગ્રાફર્સે તેની તસવીરો લેવાનું ચાલુ રાખ્યું ત્યારે કોહલીએ હળવા અંદાજમાં પૂછ્યું, ‘ઔર કિતની દેર રુકું?’ એટલે કે ‘હું હજી કેટલો સમય ઊભો રહું?’ ત્યારબાદ તેણે ફોટોગ્રાફર્સને નીચે મળવાનું કહ્યું અને પોતાની કાર તરફ જવા લાગ્યો. જતા પહેલાં તેણે ફરી પાછળ ફરીને ફોટોગ્રાફર્સ સાથે વાત કરી, અંગૂઠો ઊંચો કરીને ઈશારો કર્યો અને હાથ હલાવીને વિદાય લીધી. તેનો આ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે. 

https://x.com/imsteyn160/status/2112463296490299823?s=20

વેસ્ટ ઈન્ડિઝ સામે વિરાટનું શાનદાર પ્રદર્શન

વિરાટ કોહલી છેલ્લે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં રમ્યો હતો. ભારતે આ સિરીઝ 2-1થી જીતી હતી. પ્રથમ વનડેમાં કોહલીએ માત્ર 88 બોલમાં અણનમ 139 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તે પુરુષોની વનડે ક્રિકેટમાં 15,000 રન પૂરા કરનારો બીજો બેટર બન્યો હતો. કોહલીએ આ ત્રણ મેચની સિરીઝમાં કુલ 168 રન બનાવ્યા હતા. હવે તે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની વનડે સિરીઝમાં રમશે. આ સિરીઝની શરૂઆત 4 નવેમ્બરે ઓકલેન્ડમાં થશે.

આ પણ વાંચો: IND vs NZ: નાક અને કપાળ ઘસીને થયું ટીમ ઈન્ડિયાનું સ્વાગત, જાણો એવું તો શું થયુ ન્યૂઝીલેન્ડમાં ?