વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ 2026માં વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન્સે શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ પોતાના નામે કર્યો છે. 18 ઑક્ટોબરે શારજાહમાં રમાયેલી ફાઇનલમાં ક્રિસ ગેલની આગેવાની હેઠળની વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન્સે ઇંગ્લેન્ડ ચેમ્પિયન્સને 9 વિકેટે હરાવીને ટ્રોફી જીતી હતી. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે 160 રનનો લક્ષ્યાંક માત્ર 17મી ઓવરમાં 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ફાઇનલમાં ડ્વેન બ્રાવોએ બોલિંગથી કમાલ કરી હતી, જ્યારે ચાડવિક વૉલ્ટને બેટિંગમાં શાનદાર યોગદાન આપ્યું હતું. ક્રિસ ગેઈલે પણ આખી ટૂર્નામેન્ટ દરમિયાન પોતાની આક્રમક બેટિંગથી ચાહકોનું મનોરંજન કર્યું હતું.
ફાઇનલમાં ડ્વેન બ્રાવોનો તરખાટ, 4 ઓવરમાં 3 વિકેટ
વેસ્ટ ઇન્ડિઝની જીતમાં ડ્વેન બ્રાવોનું યોગદાન મહત્ત્વનું રહ્યું હતું. ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં તેણે 4 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.બ્રાવોએ WCL 2026માં કુલ 7 મેચ રમીને 8 વિકેટ ઝડપી હતી. ભલે તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ચોથા સ્થાને રહ્યો હોય, પરંતુ ફાઇનલમાં તેના પ્રદર્શને સાબિત કર્યું કે મોટા મુકાબલામાં તે કેટલો અસરકારક સાબિત થઈ શકે છે.
https://x.com/CricCrazyJohns/status/2112002184313483412?s=20
ક્રિસ ગેઈલે 11 છગ્ગા સાથે બનાવ્યા 142 રન
વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન ક્રિસ ગેઈલે પણ ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 6 મેચમાં 179.75ના સ્ટ્રાઇક રેટથી કુલ 142 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 11 છગ્ગા અને 12 ચોગ્ગા આવ્યા હતા.ફાઇનલમાં ગેઈલે 14 બોલમાં 2 છગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. જોકે, આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ગુમાવેલી એકમાત્ર વિકેટ ગેઈલની જ હતી. તેમ છતાં, તેની આક્રમક બેટિંગ અને ટીમની સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાનની સફળતાએ ચાહકોને રોમાંચિત કર્યા હતા.
ચાડવિક વૉલ્ટન ટૂર્નામેન્ટનો સૌથી મોટો સ્ટાર
વેસ્ટ ઇન્ડિઝની ખિતાબી જીતમાં વિકેટકીપર બેટર ચાડવિક વૉલ્ટનનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું હતું. તેણે ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે માત્ર 35 બોલમાં 58 રનની અણનમ પારી રમી હતી. તેની ઇનિંગમાં 4 છગ્ગા સામેલ હતા.આ શાનદાર પ્રદર્શન સાથે વૉલ્ટન ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બન્યો હતો. તેણે 7 મેચમાં 167.65ના સ્ટ્રાઇક રેટથી કુલ 342 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, તેણે સમગ્ર ટૂર્નામેન્ટમાં 28 છગ્ગા ફટકાર્યા હતા, જે અન્ય કોઈપણ બેટરની સરખામણીએ સૌથી વધુ હતા.વૉલ્ટનની આક્રમક બેટિંગે વેસ્ટ ઇન્ડિઝની ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન્સની શાનદાર જીત
WCL 2026ની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝે બેટિંગ અને બોલિંગ બંનેમાં પ્રભુત્વ જમાવ્યું હતું. બ્રાવોની શાનદાર બોલિંગ, ગેઈલની આક્રમક બેટિંગ અને વૉલ્ટનની નિર્ણાયક ઇનિંગના આધારે ટીમે ઇંગ્લેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો.આ જીત સાથે વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન્સે ટૂર્નામેન્ટમાં પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો અને ક્રિકેટપ્રેમીઓને ફરી એકવાર દિગ્ગજ ખેલાડીઓની રમતનો રોમાંચ માણવાની તક આપી હતી.
આ પણ વાંચો - India Women vs Zimbabwe Women: શેફાલી વર્માની તોફાની અડધી સદી! ભારતે ઝિમ્બાબ્વેને 9 વિકેટે હરાવી શ્રેણી જીતી